Vadodara

વડોદરામાં અછોડાતોડ ટોળકીનો આતંક, હરણી વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી ત્રિપુટી ફરાર

વડોદરા તારીખ 12

વડોદરા શહેરમાં અછોડાતોડ ટોળકીએ તો જાણે આતંક મચાવી દીધો હોય તેમ ઉપરાછાપરી મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે હવે મહિલાઓને પણ સોનાના દાગીના પહેરીને બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. બે દિવસમાં બે મહિલાઓના અછોડા તોડવામાં આવ્યા હતા. ત્યારે હરણી વિસ્તારમાં ચાલતા જતી વધુ એક મહિલાના ગળામાંથી રૂ.52 હજાર નું મંગળસૂત્ર તોડીને બાઇક સવાર ત્રણ ગઠીયા રફુ ચક્કર થઈ ગયા હતા. બાઈક ચાલક સાથે મહિલાએ ત્રિપુટીનો પીછો કર્યો પરંતુ તેઓ પૂરઝડપે બાઇક દોડાવી ભાગી ગયા હતા. હરણી પોલીસે અછોડા તોડ ટોળકીની શોધખોળ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં પ્રતાપનગર રોડ ઉપર બંસી હાઈટ્સમાં રહેતા કવિતાબેન કિશોરભાઈ શિંદેએ ફરીયાદ નોંધાવી છે કે હરણી ખાતે આવેલી પ્રકૃતી સોસાયટીમા કામ કરે છે. 11 ડિસેમ્બરના રોજ હું ઘરેથી ઘરકામ કરવા માટે નીકળી હતી અને રિક્ષામા બેસી હરણી લેકઝોન પાસે જગદીશ ફરસાણની દુકાન સામે ઉતરીને પ્રકૃતી સોસાયટી ખાતે કામ કરવા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમ્યાન જગદિશ ફરસાણ પાસે આવેલા ત્રણ રસ્તા નજીક પહોંચ્યા હતા. ત્યારે એક બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા અને પહેલા મારી આગળ નીકળ્યા ત્યારબાદ યુન્ટર્ન લઈ મારા રસ્તામાં આગળ ઉભા હતા જ્યારે હું પ્રક્રુતી સોસાયટીના નાકાથી અંદર જતી હતી તે સમયે જ ગઠીયાઓ બાઈક લઈને આવ્યા હતા અને પાછળ બેઠેલા બે શખ્સો પૈકી એકે મારા ગળામાં હાથ નાખી મે પહેરેલુ સોનાનુ મંગળસુત્ર ઝુટવી ભાગી ગયા હતા. મેં ગભરાઈ ગઈ હોય બુમાબુમ એક અજાણ્યા બાઈક ચાલક મારી પાસે આવ્યો હતો. તે બાઈક ચાલક સાથે બેસી ગોલ્ડન ચોકડી સુધી પીછો કર્યો હતો પરંતુ ત્રણેય જણા ભાગી ગયા હતા અને હાથમાં આવ્યા ન હતા મે વર્ષ 2011માં બે તોલા વજનનું સોનાનુ મંગળસુત્ર ખરીદ કર્યું હતું અને આશરે કિંમત રુપિયા 52 હજાર છે. હરણી પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી બાઈક સવાર ત્રણ ગઠીયા ની શોધ ખોળ હાથ ધરી છે.

Most Popular

To Top