Vadodara

વડોદરામાં અછોડાતોડ ટોળકીનો પોલીસને ખુલ્લો પડકાર, છાણીમાં વધુ એક વૃદ્ધાનો અછોડો તોડ્યો

પ્રતિનિધિ વડોદરા તા. 20

છાણી વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરીને ચાલતા ઘરે જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધાના ગળામાં હાથ નાખીને ગઠિયો રુ.40 હજારની સોનાની ચેન આંચકીને રફુચક્કર થઈ ગયો હતો. વૃદ્ધાએ ચેન તોડી ભાગનાર ચોર વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં અછોડા તોડ ટોળકીએ ભારે આતંક મચાવ્યો છે. પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા ચેન સ્નેચરોને ખાખીનો જાણે કોઈ જ પ્રકારનો ડર રહ્યો નથી તેમ વારંવાર વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેન કે મંગળસૂત્ર તોડીને ફરાર થઈ જતા હોય છે. છાણી વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરી ચાલતા ઘરે જઈ રહેલા 65 વર્ષીય વૃદ્ધા ના ગળામાં થી સોનાની ચેન આંચકી એક શખ્સ રફુચક્કર થઈ ગયો હતો. વૃદ્ધાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચેન તોડનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના બાજવા રોડ પર આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા મણીબેન અંબાલાલ મકવાણા 19 જૂન ના રોજ પતિ સાથે સબંધીના બેસણાના પ્રસંગમાં તરસાલી ખાતે ગયા હતા. ત્યાથી વૃદ્ધા અન્ય સંબંધીની તબિયત સારી ને હોય તેમને જોવા માટે ગયા હતા અને ખબર અંતર પૂછ્યા બાદ તેઓ તરસાલીથી બસમાં બેસી વડોદરા ડેપો પહોંચ્યા હતા અને ત્યાથી બપોરના રિક્ષામાં બેસી ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન છાણી સરકારી દવાખાના પાસે ચાલકે તેમને ઉતારતા તેઓ ચાલતા ચાલતા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરના 3.30 વાગ્યાના અરસામાં સુમસામ રોડ પર અચાનક એક શખ્સ વૃદ્ધાની પાછળ દોડીને આવ્યા હતો અને તેમના ગળામાં હાથ નાખી તેઓએ પહરેલી 40 હજારની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી પરંતુ બપોરનો સમય હોય કોઈ તેમની મદદે આવ્યું ન હતું. જેથી વૃદ્ધાએ એક તોલાની સોનાની ચેન તોડી ભાગી જનાર ચોર વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top