Vadodara

વડોદરામાંથી ફરી 500ના દરની ડુપ્લીકેટ નોટો મળી આવી

વડોદરા તારીખ 6
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી કો-ઓપરેટીવ બેંકમાં ટ્રેડિંગ કંપનીના કર્મચારી રૂપિયા 2.78 લાખ જમા કરાવવા માટે આવ્યા હતા. ત્યારે 500 ના દરની 13 નોટ ડુપ્લીકેટ મળી આવી હતી. જેથી બ્રાન્ચ હેડ દ્વારા ડુપ્લીકેટ નોટો કબજે લીધા બાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરી ફરિયાદ પણ નોંધાવી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાયન્સ કોલેજ પાછળ આનંદ નગર સોસાયટીમાં રહેતા યોગેશકુમાર રમણલાલ જોષી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમા આવેલ પ્રાઇમ કો ઓપરેટીવ બેન્કમાં બ્રાન્ય હેડ તરીકે નોકરી કરે છે. તેમની બેન્કમાં કેશીયર હિરેન રમેશભાઈ સોલંકી તથા ક્લાર્ક સાગર રશ્મિનભાઈ ધોબી, લીગલ ઓફિસર અમિતભાઈ સુખડીયા અને પટાવાળા તરીકે અમિત પ્રકાશભાઈ ચૌહાણ પણ નોકરી કરે છે.મહેશ ટ્રેડીંગના પ્રોપરાઇટર વાસુદેવ પ્રભુલાલ શાહ તથા મેનેજર જયેશ વાસુદેવ શાહ છે. 28 જુલાઈના રોજ તેમના કર્મચારી
નિતીન નટુભાઈ કપ્તાન રૂ.2.78 લાખનું ભરણું ભરવા માટે આવ્યા હતા. નીતિનભાઈએ રૂપિયા 500ના દરની 483 તથા રૂપિયા 200ના દરની 165 તથા રૂપિયા 100ના દરની 43 નોટો મળી કુલ્લે રૂ.2.78 લાખ કેસીયર પાસે જમા કરાવવા માટે આપ્યા હતા. તે પૈકીના રૂપિયા 500ના દરની નોટો મશીનમાં ગણતરી કરતા હતા ત્યારે 470 નોટો ભારતીય ચલણની ઓરીજનલ હોય ગણતરી થઈ હતી અને જ્યારે 13 નોટો ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કેશીયરે પ્રાઈમ કો ઓપરેટીવ બેન્કની દાંડીયા બજાર શાખામાં જાતે જઈને કેશ મશીનમાં નાખી ચેક કરતા રૂપિયા 500 ના દરની 13 નોટો ડુપ્લીકેટ નીકળી હતી. કેશ ભરવા આવેલા નિતીમભાઈ કપ્તાને શેઠને વાત કરી રૂપિયા 500ની 13 નોટો જમા કરાવી અને ડુપ્લીકેટ નોટો બેન્કમાં અલગથી જમા કરાવી હતી જેની બેંક કર્મચારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી ત્યારે નોટોના સીરીયલ કોડ એક સરખા જ હતા અને કેટલીક નોટોના સીરીયલ નંબર એક સરખા જણાઈ આવ્યા હતા. જેથી કો-ઓપરેટીવ બેંકના બ્રાન્ચ હેડ દ્વારા આ તમામ નોટો ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં હતી મારે ફરિયાદ પણ નોંધાવતા ડીસીબી પોલીસે માર્કેટમાં ફરી રહેલી ડુપ્લીકેટ નોટોની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એલસીબી ઝોન 3 ની ટીમે મોટી માત્રામાં રદ થયેલી ભારતીય ચલણની નોટો સાથે પાંચ થી છ આરોપીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top