

હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. તા. 29-09-2025 ને આસો સુદ સાતમ -આઠમ ને સોમવારે સાંજે 4:32 કલાકથી આઠમની તિથિ શરુ થઇ છે ત્યારે મંદિરના ભૂવા કરમશી રબારી, મુખ્ય સેવાદાર એવા ભોલાભાઇ દ્વારા આજે નવરાત્રિના આઠ દિવસ થતાં હોય તથા સાંજે દુર્ગાષ્ટમી તિથિ પ્રાપ્ત થતી હોય અહીં હવનનો તથા શ્રીફળ હોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ સુખડી મહાપ્રસાદી માતાજીને ભોગ પ્રસાદી અર્પણ કરી માંઇ ભક્તોને સુખડી મહાપ્રસાદી વિતરણ કરવામાં આવી હતી. અહીં આસો સુદ શારદીય નવરાત્રિ દરમિયાન માંઇ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે તો કેટલાક માંઇ ભક્તો પગપાળા અહીં દર્શન માટે આવી રહ્યા છે. અહીં માં ને સાડી, ચૂંદડી, કુમકુમ,ફૂલો, મિઠાઇ સહિતની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માંઇ ભક્તો મોડી રાત સુધી દર્શન કરી રહ્યા છે.અહી જર્જરિત ઇમારત હોવાથી તેમજ માંડવી ચાર દરવાજા પાસે ટ્રાફિક નું નિયમન,પાલન સાથે દર્શન કરવા સેવાદાર ભોલાભાઇ દ્વારા શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે.