Vadodara

વડોદરા:માંજલપુર વિસ્તારમાં ભાજપના મહામંત્રીના પેટ્રોલપંપ પાસે પાણીની લાઈનમાં ભંગાણ

હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું

માંજલપુર ઇવા મોલ સામે આવેલ ભાજપના મહામંત્રી ના પેટ્રોલપંપને અડીને આવેલ સાલીન કોમ્પલેક્ષના ગેટ પર છેલ્લા પાચ દિવસ થી પાણીની લાઈનમાં ભંગાણ થયું છે, કોઈ પાલિકા અધિકારીઓ કે મહામંત્રી ધ્યાન આપી રહ્યા નથી તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. છેલ્લા પાચ દિવસથી પીવાના પાણીની નળીકામાં ભંગાણ પડ્યું છે, હજારો લીટર પીવાનું પાણી રોડ પર ફરી વળ્યુ છે.
વડોદરા મહાનગરપાલિકાની ફરી એક વખત બેદરકારી છતી થઈ છે, માંજલપુર વિસ્તારમાં ઇવામોલ સામે આવેલ સાલીન કોમ્પલેક્ષના ગેટ પર પીવાના પાણીની લાઈન માં ભંગાણ પડ્યું હોવા છતાં પણ રીપેરીંગની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. રોડ પર પાણી પાણી થઈ ગયું હતું.

સ્માર્ટ સિટી વડોદરાનું પાલિકા તંત્ર ફરી એક વાર ભર નિદ્રામાં જોવા મળ્યું છે. એક તરફ લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી નથી રહ્યું, તો બીજી તરફ પીવાના પાણીની નળીકાઓમાં લીકેજ થઈ રહ્યા છે. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે,પરંતુ હજી પણ સ્થાનિક કોર્પોરેટર આ લાઈન રીપેરીંગ કરાવવા આળસ દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
હજારો લિટર પાણી વહીને ગટરમાં પહોંચી રહ્યું છે. જ્યારે ભંગાણ પડવાના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોને અહીંથી જવા આવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ત્રાસ પણ વધશે અને રોગચાળો ફેલાશે તેવી ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી છે. બીજી તરફ ભાજપ મહામંત્રીનો પેટ્રોલ પંપ આપેલો છે પરંતુ ભાજપ રાજ હોય સ્થાનિક લોકો પોતાને પડતી સમસ્યાઓ મુદ્દે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.

Most Popular

To Top