Vadodara

વડોદરા:મહિલા કોંગ્રેસ દ્વારા દેશમાં 33% મહિલા અનામતના તાત્કાલિક અમલીકરણ મુદ્દે કલેકટરને આવેદનપત્ર અપાયું

દેશમાં મહિલાઓને 33% અનામત બિલ સંસદમાં મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ તેના પર અમલ કરવામાં આવ્યું નથી જેના કારણે મહિલાઓ અનામતના લાભથી વંચિત રહી છે ત્યારે આ સમગ્ર મામલે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતી બેન રાજપૂતની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસના સભ્યો સાથે વડોદરા શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે 33% મહિલા અનામતને તાત્કાલિક અમલીકરણ કરવા આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના મહિલા શહેર પ્રમુખ પાર્વતબેન રાજપૂતે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહોમાં 33% મહિલા અનામત બિલ મંજૂર થયું હતું અને ભાજપની બહુમતી છે તથા વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં મહિલા અનામત બિલને લાગુ કરવામાં નથી આવી રહ્યું ત્યારે આ મહિલા અનામત બિલને લાગુ કરવામાં આવે તેવી વડોદરા શહેર કોંગ્રેસના મહિલા કાર્યકરોએ પ્લેકાર્ડ,બેનર સાથે કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સાથે માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top