બંદિશ શાહના વિરોધ બાદ કમાટી બાગના પુલનું કામ મુલતવી રખાયું
દર અઠવાડિયે શહેરના વિકાસના કામો અંગે મળતી વડોદરા મહાનગરપાલિકા ની સ્થાઈ સમિતિ ની બેઠક આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે યોજાઇ હતી .આજની સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિભાગોના કુલ 9 કામોને એજન્ટામાં મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચા વિચારણા ના અંતે છ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એક કામ ને નામંજુર, એક કામ મુલતવી, એક કામને પરત કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિની બેઠકમાં કમાટીબાગના પુલ વિશે પણ એજન્ડામાં ભાગરૂપે ચર્ચા થઈ હતી જેમાં બંદીસ શાહએ વાંધો નાખ્યો હતો જેના કારણે મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિની બેઠકમાં આજે અનેક પ્રશ્નોને લઈને સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો બેઠક નહીં ચાલી શકશે ત્યાં સુધીની સુધીની સ્થાઈ સમિતિના સભ્યોએ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી .
ત્યારે આજની બેઠકમાં મંજુર થયેલા કામો અંગે પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું આજરોજ સ્થાયી સમિતિની બેઠકમાં નવ પ્રપોઝલ એજન્ડામાં લેવામાં આવ્યા હતા એમાંથી એક પ્રપોઝલ ના મંજૂર એક પ્રપોઝલ પરત અને એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામ તળ સીટી સર્વે નંબર 749 ની ઉતરે પંપીંગ સ્ટેશન સુધી ટ્રાફિકના ભારણ વધવાને લીધે 18 મીટરના પહોળાઈ ના રસ્તા જે દરખાસ્ત હતી તે મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ જોનમાં પાણી પુરવઠા ખાતા દ્વારા 75 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારા થી ઓપરેટરોને મજુર લેવા બાબતે વાઈટલ ફેસિલિટી પ્રાઇવેટ લિમિટેડ ને 156 રૂપિયા પ્રતિદિન અન સ્કીલ માનવ માટે 628 રૂપિયા 65 પૈસા ના પત્રકને મંજૂરી આપવામાં આવી છે. કપુરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ 11kv ની લગાવવાની છે જે જૂની થઈ ગઈ છે અને નવી લગાવવા બદલવા 27 લાખના ખર્ચ વરસાદ જીએસટી માટેની મંજૂરી આપવામાં આવી છે.
ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સોશિયલ સર્કલ તરફ જતા રસ્તે આનંદ નગર સોસાયટી પાસે જે મુખ્ય નલિકામાં ભંગાણ થયું હતું એ કામને જાણમાં લેવામાં આવી છે જેનો ખર્ચ 4,93, 721 + જીએસટી હતો. પ્રેસ વિભાગ દ્વારા પેપર લેવાના કામને 5,03,500 રૂપિયા ના કામને 11.4 ટકા ઓછા ના ભાવ પત્રને ટોટલ 19 52,500 ના ભાવ પત્રને મંજૂરી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ સેક્રેટરીના ની કચેરીમાં ઝેરોક્ષ મશીન, કાટરેજ, એન્યુઅલ મેન્ટેનન્સ સર્વિસ ના કામને નામંજૂરી કરવામાં આવ્યું છે. કમાટીબાગના પક્ષી ઘરથી લાયન ટાઈગર આવેલા જુના બ્રિજને સમાંતર નવીન બ્રિજને આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો જેનો ખર્ચ 14 કરોડ 62 લાખ 785 રૂપિયા ના કામના પરત કરવામાં આવ્યું છે. ગોત્રી ચાર્જિંગ સિસ્ટમ બનાવવા માટે ના કામને મુલતવી રાખવામાં આવ્યું છે.