આજરોજ વોર્ડ નંબર 14 માં આવતા વિસ્તાર મંગળ બજાર ,ન્યાય મંદિર વિસ્તારમાં દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી
ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો
ડીસીપી સહિત સ્થાનિક પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે દબાણ શાખાની ટીમ ઉપસ્થિત રહીને ત્યાં જેટલા પણ દબાણ કરતા હતા તેઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો
ન્યાય મંદિર પાસે ગેરકાયદેસર પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પણ દંડ ભરીને ખસેડવામાં આવે તેવી ડીસીપી અભિષેક ગુપ્તા એ ટ્રાફિક પોલીસને તાત્કાલિક સૂચના આપી હતી…
દબાણ શાખાની ટીમ આવી પહોંચતા જ વેપારીઓ દોડાદોડી કરી મૂકી હતી અને સામાન લઈને દુકાનમાં નાખવામાં આવ્યો હતો
નાગરિકોનું કહેવું છે કે આ કામગીરી એક દિવસ પૂરતી સીમિત ન રહેતા કાયમી ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે