Vadodara

વડોદરા:પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભેલી ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો, કેરિયર ફરાર

રેલવે પોલીસ, એસઓજી, એનડીપીએસ ડેડીકેટેડ ટીમ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ

વડોદરા તારીખ 5

વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ, એસઓજી, એન ડી પી એસ ડેડીકેટેડ ટીમ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રેનના જનરલ ડબ્બામાં શૌચાલય પાસે બિનવારસી હાલતમાં પડેલી બેગમાંથી રૂ. 80 હજારનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાંજાની હેરાફેરી કરનાર કેરિયર ફરાર થઈ ગયો હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી વિવિધ ટ્રેનોમાં નશા કારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી થતી રહેતી હોય છે. દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી દ્વારા નસીલા પદાર્થોની હેરાફેરી ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના આધારે રેલવે પોલીસ, એસ ઓ જી, એનડીપીએસ ડેડીકેટેડ ટીમ અને ડોગ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લેટફોર્મ નંબર ચાર પર આવેલી કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક્સપર્ટ ડોગ દ્વારા ચેકિંગ કરાયું હતું. ત્યારે જનરલ કોચના શૌચાલય પાસેથી બિનવારસી હાલતમાં પડેલી એક બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતા રૂપિયા 80 હજારનો ગાંજો મળી આવ્યો હતો. જોકે પોલીસની ટીમને જોઈને ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર શખ્સ બેગ મૂકીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરીને બેગમાં ગાંજાની હેરાફેરી કરનાર કેરિયરની શોધખોળ શરૂ કરાઈ છે.

Most Popular

To Top