Vadodara

વડોદરા:પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શાળાની દિવાલ ઘસી જવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી…

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની, ચાલુ શાળાએ, દિવાલ ધસી જવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

શુક્રવારે બપોરે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની, ચાલુ શાળાએ, દિવાલ ધસી જવાની ઘટનાના ઉપલક્ષમાં શનિવારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી


જેમાં આ ઘટના માટે શાળા સંચાલકને જવાબદાર ગણી શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી અને ઉચ્ચતમ દરે પેનલ્ટી લગાડવી જોઈએ સાથે સાથે ડી ઈ ઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી, આ ઘટનાની પાયાના નિષ્કર્ષ સાથે તપાસ થાય અને જે પણ ગુનેગાર હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવા માટે પણ રજૂઆત કરાઇ હતી.
વડોદરા શહેરની શાળામાં જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવી સાથે સાથે આ બિલ્ડીંગની વપરાશ તેમજ ચકાસણી માટેના પ્રમાણપત્રો રજૂ કરતા એન્જિનિયર અને અધિકારીઓ સામે પણ કાનૂની રાહ એ પગલા લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવેલ હતી.
આ વખતે ડી ઈ ઓ દ્વારા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓને આ મામલામાં સ્કૂલને નોટિસ આપી બે દિવસમાં સુનાવણી કરી કડક પગલાં ભરશે તેવી ખાતરી આપી હતી
ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના પ્રતિનિધીઓએ આ મામલે આગામી દિવસો માં જો પગલાં ના લેવાય તો જલદ માંગ સાથે ડી ઇ ઑ ઓફિસે ફરી આવી આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી હતી..અને કહ્યું હતું કે ..
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આશા રાખે છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શાળા સંચાલકો જરૂરી તકેદારી રાખે અને સરકારના ધારા ધોરણોનું કડકપણે પાલન કરે.

સમગ્ર બનાવને પગલે પાલિકા તંત્ર એક્શન મોડમાં

શુક્રવારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની, ચાલુ શાળાએ, દિવાલ ધસી જવાની ઘટનાને વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળાને સીલ કરવા માં આવ્યું છે તેમજ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top