વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને આજે નગર નિગમના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક સ્થાયી સમિતિના અધ્યક્ષની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશીત દેસાઈ, શસના અધિકારી અને ભૂતપૂર્વ ચેરમેન મિનેશ પંડ્યા તથા ચોથા વર્ગના કર્મચારીઓના પ્રમુખ નિલેશ રાજ હાજર રહ્યા હતા.
બેઠકમાં બંને પક્ષોએ પોતાની વાત પોઝિટિવ રીતે મૂકી અને ચર્ચા અંતે બેઠક પોઝિટિવ રહી હોવાનો સ્વીકાર કર્યો. આગમી 27 તારીખે બંને પક્ષના વકીલોની હાજરીમાં વધુ એક બેઠક યોજાશે, જેમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે.આ બેઠક પછી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ ટૂંક સમયમાં સમેટાઈ જશે.

