Vadodara

વડોદરાને હવે હજારો, લાખ્ખો નહિ કરોડોનું નુકશાન …

તંત્રની આળસથી વડોદરા 15 વર્ષ પાછળ જતું રહ્યું

વડોદરા શહેરને કોની નજર લાગી છે ? વરસાદની આ સીઝનમાં ક્યારેય નહી ભૂલાય એવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે. એકજ વરસાદની સીઝનમાં ત્રણ વાર વડોદરા ડૂબી ગયું. નાના રેંકડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોથી માંડી મોટા શોરૂમ અને મોલ ચલાવનારા તમામને ભારે નુકશાની વેઠવી પડી છે. નવરાત્રીને માંડ થોડા દિવસ બાકી છે ત્યારે નવાબજાર પણ સાવ સૂમસામ થઈ ગયું હતું.
આ વરસાદની સીઝન કરતા પણ વધારે વરસાદ અગાઉના વર્ષોમાં વડોદરામાં આવી ચૂક્યો છે. પરંતુ આવી ભયંકર પરિસ્થિતિ પ્રથમવાર વડોદરાવાસીઓએ ભોગવવી પડી રહી છે. મેઘરાજાએ મન મૂકીને આજે વડોદરાને ફરી પાણી પાણી કર્યું છે. મેઘરાજાએ આજે ગુજરાતના મુખ્યમંત્રીને વડોદરા મહાનગરપાલિકાની ચાડી કરી હોય એમ દેખાઈ આવ્યું છે .
વરસાદની સિઝન પહેલા જ્યારે લોકસભાનું ઈલેકશન હતું ત્યારે ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની સભામાં કહી ચૂક્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું. આજે મુખ્યમંત્રી પોતે આ અનુભવ કરી ગયા. વડોદરાની પ્રજા અને વડોદરા સંસ્કારી નગરીને બચાવી રાખવા હવે શું પગલાં અને નિર્ણય લેશે એ જોવાનું રહ્યું.
હાલ વરસતા વરસાદ માં હજારો, લાખ્ખો નું નહિ પરંતુ કરોડોનું નુકશાન થયું છે. ત્યારે ભાજપી નેતા કેશ ડોલનો ઉપકાર કરતા હોય એમ રોજ ફોટા પડાવી મીડિયામાં આવે છે . પરંતુ હવે તો કેશ ડોલમાં નક્કી કરેલી રકમ પણ આ નુકશાન પૂરું નહિ કરી શકે એ વાત પણ સાચી છે.
આટલો આટલો વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરાનો કોઈ વિસ્તાર જલ ભરાવથી બાકી નથી, ત્યારે પાલિકા કમિશનર કહે છે કે ગભરાવવાની જરૂર નથી અને અફવા પર ધ્યાન ન આપવાની સલાહ પ્રજાને આપી રહ્યા છે. પરંતુ હકીકતમાં કમિશનર રાણા અને નેતાઓ બહાર નીકળે તો ખબર પડે લોકો ની પરિસ્થિતિ શું છે. પાલિકાના અંધેર વહીવટનો આ એક એવો નમૂનો છે, જ્યાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે. દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે. જ્યા હાલત એટલી ખરાબ છે કે ચોધાર આંસુએ લોકોને રડવાનો વારો આવી ગયો છે.
જ્યારે ખુદ મુખ્યમંત્રી વડોદરામાં હતા અને પોતાના કાફલા સાથે વડોદરા શહેરમાં વરસાદી પાણી ભરાયાં અને ફરી ના શકાય એવી પરિસ્થિતિનો અનુભવ થાય તો હવે કયા નવા પેકેજ ની જાહેરાત કરે છે અને વડોદરાવાસીઓના ભવિષ્ય માટે કયો રોડમેપ તૈયાર કરવા કહે છે એ જોવાનું રહ્યું.

Most Popular

To Top