કળિયુગમાં પ્રભુ સ્મરણ એ જ સહુથી મોટું પુણ્યકાર્ય: રમેશ કેજરીવાલ
ગણતંત્ર દિવસની ઉજવણી બાળકોમાં સનાતન સંસ્કાર જાગૃતિ દ્વારા કરી: નરેન્દ્ર કાબરા

સાંગ્રીલા સોસાયટી વડોદરા શહેરમાં સેવા અને સ્વચ્છતા માટે જાણીતી છે.આ સોસાયટીમાં અવાર નવાર દેશભક્તિ નું સિંચન કરતા અને સનાતનની જાગૃતિનો સંચાર કરતા વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. એ જ રીતે આ વર્ષે ગણ તંત્ર દિવસ પણ અનોખી રીતે ઉજવાયો હતો.
સાંગ્રીલા નિવાસી નરેન્દ્ર કાબરા ગૌરવ વ્યક્ત કરતા કહે છે કે, અમારી સોસાયટી ગુજરાત માં પર્યાવરણ રક્ષણ અને સ્વચ્છતા માટે જાણીતી છે.અહીં ની સ્વચ્છતા અને સુવ્યવસ્થાના સર્વે અને પ્રશિક્ષણ માટે સરકારી એજન્સીઓ આવે છે.
તેમનું કહેવું છે કે અમારી સોસાયટી જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંની ગોકુળધામ જેવી છે. જ્યાં વર્ષમાં લોહડી – ઉતરાયણ થી ઉત્સવો અને તહેવારોની ઉજવણી શરૂ થાય છે અને આખું વર્ષ ચાલતી જ રહે છે.
તે પ્રમાણે 76 માં ગણતંત્ર દિવસની વહેલી સવારે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને સનાતન ચાહના સીંચવા માટે બાળ પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.જ્યારે સંધ્યાકાળે પ્રયાગરાજ માં ચાલી રહેલા મહાકુંભ ના પૂજન સહિત સુંદરકાંડમાં સહુ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સોસાયટીના આબાલ વૃદ્ધ સહુ ઉપસ્થિત રહ્યા. બાળકો એ રામ, સીતા,લક્ષ્મણ,હનુમાનજી અને સંતોની વેશભૂષા ધારણ કરીને સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા.
રમેશ કેજરીવાલે કહ્યું કે, વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ તણાવ અને મનોચિંતા અનુભવે છે જેનો ઉકેલ પ્રભુ સ્મરણ અને ધર્મમાં શ્રદ્ધાથી મળે છે. સોસાયટી ન લોકો શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે જે અભિનંદન ને પાત્ર છે.
આ કાર્યક્રમમાં અમરેશ ચૌધરી, માધવ કેજરીવાલ , વિજય સિંહ, નિતેશ, ભાવિક મેહતા, ઉદિત ગુપ્તા,વિવેક શુક્લા, અમિત ઝા, કિંજલ દોસી અને સોસાયટી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.