Vadodara

વડોદરાની લેન્ડ ફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવા માટે 200 મશીનો ભાડે લેવાશે



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે જરૂરીયાત મુજબની સંખ્યામાં અને કલાકો માટે પોકલેઈન હિટાચી 200 અથવા સમકક્ષ મશીનો, મિકેનીકલ વિભાગ દ્વારા ભાડે લેવામાં આવશે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તક લેન્ડફીલ સાઈટ ખાતે શહેરમાંથી નીકળતો કચરો વહન કરી સાઈટ ખાતે એકત્રિત કરવામાં આવે છે. કચરાને સમયાંતરે પ્રોસેસીંગ કરી સમથળ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ચેઈનડોઝર, પોકલેઈન ચેઈન એસ્કેવેટર જેવી મશીનરીની જરૂરીયાત રહે છે. પાલિકા પાસે પોકલેઇન ચેઈન એસ્કેવેટર ટાઈપના મશીનો નથી. જેથી બહારના ઇજારદારો પાસેથી ભાડેથી લઇ લેન્ડફીલ સાઈટના કચરા સમથળ કરવાની આવશ્યકતા રહે છે. પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરી ભાવપત્રો મંગાવતા સ્થાયી સમિતિ ઠરાવની મંજુરી અન્વયે તા.04.03.2024થી મે.એસ.એમ.પટેલને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના લેન્ડફીલ ખાતે જરૂરીયાત મુજબના મશીન કામગીરી કરવવા મિકેનીકલ શાખા દ્વારા કરેલ દરખાસ્ત તેમજ વર્ક-ઓર્ડરમાં ઉલ્લેખ કરાયો છે. મિકેનીકલ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઇજારાની ખર્ચ મર્યાદા રૂ.75 લાખ ઝોન, વોર્ડની પ્રી-મોન્સુનની કામગીરી, મોન્સુન દરમિયાનની કામગીરી તથા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી, વિશ્વામિત્રીની કામગીરી અને પાણી પુરવઠાની કામગીરી કરાવવામાં આવી છે.લેન્ડફીલ સાઈટ ખાતે શહેરમાંથી નિકળતો રોજીંદો કચરો ઠાલવવામાં આવે છે. તેને રોજે-રોજ સમથળ કરવામાં આવે છે.
જો નિયમિત સમથળ કરવાની કામગીરી કરવામાં ન આવે તો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. જેથી હાલમાં મિકેનીકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઇજારા અંતર્ગત તા:03/06/2024થી લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે દૈનિક ચાર નંગ પોકલેઇન મશીનો મંગાવી કામગીરી કરાવવામાં આવે છે. મિકેનીકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઇજારા અંતર્ગત જરૂરિયાત મુજબની સંખ્યામાં પોકલેઇન મશીન મે.એસ.એમ.પટેલ પાસેથી કરેલ કામગીરી માટેના ખર્ચ રૂ.48.72 લાખ થાય તેમ છે. કામને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Most Popular

To Top