Vadodara

વડોદરાની યુવતીને શોસિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી મોંઘી પડી, સુસાઇડ નોટ મોકલી ઠગે ઇમોશનલ બ્લેક મેલ કર્યા બાદ લાખો પડાવ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.29

વડોદરા શહેરમાં રહેતી કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટને શોસિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી ભાડે પડી છે. યુવકે પોતને સોફટવેર કન્સલ્ટન્ટ તથા બોલીવુડમાં પ્રોફેશનલ ડાન્સર હોવાની ઓળખ આપીશોસિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ ઠગે યુવતીને ઇમોશ્લન બ્લેક મેલ કરીને રૂ. 10.68 લાખ પડાવી લીધા હતા. ઉપરાંત સુસાઇડ નોટ મોકલી રૂપિયા યુવતીને ડરાવીને રૂપિયા ખંખેરી લીધા હતા. જેથી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય યુવતી કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ છે. 3 ડિસેમ્બરના રોજ યુવતીના શોસિયલ મીડિયા પર આડી પર જય પટેલની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જે યુવતીએ એક્સેપ્ટ કરતા મેસેજ આવ્યો હતો. જેથી બંને વચ્ચે સામાન્ય વાત શરૂ થઇ હતી. બાદમાં એકબીજાના આઈડીની આપલે પણ કરી હતી. યુવતીએ સામે વાળી વ્યક્તિએ  પોતે સોફ્ટવેર કન્સલ્ટન્ટ સાથે બોલીવુડમાં પ્રોફેશનલ ડાન્સર હોવાની ઓળખ આપવા સાથે અમદાવાદના વસ્ત્રાપુરનો વતની હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર સતત વાત કરતા હોવાથી યુવતીને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. 25 ડિસેમ્બર 2023માં અમે પ્રવાસમાં ઉદયપુર જવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે મિલન પટેલ નામના ટ્રાવેલસ એજન્ટને ઓળખે છે.જે રાહત દરે ટ્રીપ કરી આપશે તેમ કહી બંને બુકિંગનો ખર્ચે 1.15 લાખ થશે. જે બુક કરી સ્ક્રીન શોટ યુવતીને મોકલી આપ્યો હતો. ત્યારે તેની પાસે રૂપિયા ન હોવાથી યુવતીએ ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. પરંતુ યુવતીને તબિયત બગડતા ટ્રીપ કેન્સલ કરી હતી. જેથી યુવતીએ તેની પાસે રૂપિયા પરત માગતા પાછા આપ્યા ન હતા.ત્યારબાદ તેણે લેપટોપની જરૂર છે પરંતુ સેલેરી આવી નથી જેથી લેપટોપ માટે 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 31 ડિસેમ્બરમાં વોટ્સએપ વોઇસ કોલ કરી અમદાવાદ સેટેલાઇટ પાસે અકસ્માત થયો છે અને પોલીસે મારી અટકાયત કરી તેમ કહી રડવાનું નાટક 25 હજારની મદદ માગતા 15 હજાર આપ્યા હતા. ત્યારે તેણે અકસ્માતમાં ઘવાયેલા દર્દીની સારવારના ખર્ચ માટે સાહુકાર પાસેથી લોન લીધી છે અને તે મસમોટુ વ્યાજ વસૂલ કરે છે. જેથી વ્યાજની રકમ ચુકવવાની છે તેમ કહી રૂપિયાની માગણી શરૂ કરી હતી. જેથી યુવતીએ તેની સાથે વાત કરવાનું ઓછુ કરી નાખ્યું હતું. ત્યારે તેણે ઇમોશનલ બ્લેક કરવાનું ચાલુ કર્યું હતું. તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી જેથી ડરી ગયેલી યુવતીએ તેને માગ્યા મુજબના રૂપિયા આપતી હતી. દરમિયાન રૂપિયા તેણે અલગ અલગ કારણોસર ધમકી આપ્યા બાદ સ્યુસાઇડ નોટ શોસિયલ મીડિયા પર મોકલી ડરાવીને રૂપિયા 11.08 લાખ પડાવી લીધા હતા. જેમાંથી રૂ 40 હજાર પરત કર્યા હતા. જ્યારે બાકીને 10.68 લાખ પરત નહી આપી છેતરપિંડી આચરી હતી. જેથી યુવતી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

  • શોસિયલ મીડિયા પર મુકેલા ફોટા મુંબઇના એક્ટર મોહક મંગાણીના નીકળ્યાં

શોસિયલ મીડિયા પરથી મિત્રતા કેળવનાર ઠગ યુવતીને એક jay patel તથા admirer_ jay23  પરથી ફોટો મોકલ્યા હતા. જે ફોટાની ખાતરી કરતા જાણવા મળ્યું હતું કે આ ફોટા જય પટેલના નથી પરંતુ મુંબઇના એક્ટર મોહક મંગાણી છે. જય પટેલે તેના પિતા તથા ટ્રાવેલ્સ એજન્ટ સહિતના વિવિધ નંબર પરથી ફોન કરી હેરાન પરેશાન કરતો હતો.

Most Popular

To Top