કોર્પોરેશનની લાપરવાહી સ્પષ્ટ રીતે જણાય છે
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત મકાનોની જોખમી સ્થિતિ
વડોદરા: શહેરના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી સ્થિતિમાં છે. વરસાદ વખતે આ મકાનો તૂટવાના બનાવો સતત બની રહ્યા છે. મંગળવારે, નરસિંહજીની પોળમાં આવેલા બે માળના જર્જરિત મકાનનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ મકાનને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે આ ઘટના બની હતી.

સતત અવરજવર વાળા આ વિસ્તારમાં મકાન તૂટ્યું ત્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતી નહોતી, જેથી જાનહાની થતા રહી ગઈ. પરંતુ, મકાન હેઠળ એક મોટરસાઇકલ પાર્ક કરેલી હતી, જે કાટમાળમાં દબાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી.