રાજાશાહી ઠાઠથી શરુ થયેલી નવી કલેકટર કચેરીના ઉમળકામાં કર્મચારીઓ જવાબદારી ભૂલ્યા?
નવી યાદી છે કે જૂની તે બાબતે અનેક પ્રશ્નો
અનેક મહિનાના વિલંબ બાદ રાજાશાહી ઠાઠથી શરૂ થયેલી નવી કલેકટર કચેરી માં કાર્યકાળ શરૂ થવાથી કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નવી કલેકટર કચેરી નું પ્રારંભ થતાં જ કલેકટર કચેરી સાથે જ અન્ય વિભાગો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા ત્યારે વિવિધ વિભાગો માં મહત્વના દસ્તાવેજો નવી કલેકટર કચેરીમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન કદાચ કર્મચારીઓ ઉમળકામાં મહત્વના દસ્તાવેજી પુરાવાઓ લેવાના ભૂલી ગયા હોય તે રીતે આજે જૂની કલેકટર કચેરી ખાતે પડેલા કચરાના ઢગલા માંથી મતદાર યાદી મળી આવી હતી જોકે આ યાદી નવી છે કે જૂની તે બાબતે અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે પરંતુ મતદાર યાદીમાં સરનામું સહિતની અનેક વસ્તુઓ આવેલી હોવાથી તેનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે માટે કચરામાંથી ફોટા ધરાવતી મતદાર યાદી મળી આવતા લોકોના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા.
એક તરફ છેતરપીંડી સહિતના ગુનાઓના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જૂની કલેકટર કચેરી ખાતે આવેલા તમામ વિભાગોની કચેરી નવી કલેકટર કચેરી ખાતે શરુ કરાતા જુ કચેરી ખાતે ફોટો તેમજ સરનામાં સાથેની મતદાર યાદી કચરાના ઢગલા માંથી મળી આવી હતી. બેદરકારીના કારણે અનેક લોકોની ખાનગી ઓળખ તેમજ અન્ય વિગતો પણ લોકો પાસે પહોચે એમાં કોઈ શંકાની વાત નથી પરંતુ આ આધાર પુરાવાઓ કચરાના ઢગલામાં કેવી રીતે આવ્યા એ મોટો પ્રશ્ન લોકોમાં ઉદ્ભવી રહ્યો છે ત્યારે એ પણ સવાલ છે કે વર્તમાન સુધારા વાળી યાદ છે કે જૂની તે પણ વિચારવાની વાત છે.