શિયાળામાં દર્દીઓ માટે સેવાભાવનો સહારો

વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તેમજ સામાજિક કાર્યકર સુલેમાનભાઈ મેમણ, ફારૂકભાઈ સોની, બાબુભાઈ ચશ્માવાલા અને SIFA ચેરીટેબલ ટ્રસ્ટના વડા મોહમ્મદ હુસેનભાઈ ઉર્ફે જોનીભાઈના સંયુક્ત ઉપક્રમે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સેવાભાવી કાર્યક્રમનો મુખ્ય હેતુ શિયાળાના સમયમાં દર્દીઓને ગરમી, આરામ અને સહારો પૂરો પાડવાનો હતો. ધાબરા વિતરણ દરમિયાન દર્દીઓ તેમજ તેમના સ્વજનોમાં આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
આ પ્રસંગે વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સેવાકીય કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી તેમજ માનવતાપૂર્ણ કાર્ય બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયેલી તમામ સેવાભાવી સંસ્થાઓ તથા સ્વયંસેવકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું, જેનાથી સમાજમાં સહકાર અને સેવાની ભાવના વધુ મજબૂત બની છે.