ગ્રાન્ટના અભાવે રૂ.13 કરોડ નથી ચૂકવાયા: ઇન્ચાર્જ આર.એમ.ઓ.
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલનુ દવાનું રૂપિયા 13 કરોડ નું ચૂકવણું બાકી હોવાની વાત સામે આવી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ જ્યાં વડોદરા શહેર જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યો જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે . દરરોજના હજારો દર્દીઓથી ઓપીડી માં આવતા હોય છે. અહીં 23 વિભાગના ઓપીડી ઉપરાંત ઇમરજન્સી વિભાગમાં દરરોજના હજારો દર્દીઓ આવે છે. જેઓ માટે રાજ્ય સરકાર દ્વારા દાવાઓની ખરીદી માટે નિયત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે . કેટલીક દવાઓ ગુજરાત મેડિકલ સર્વિસીસમાથી સરકારી હોસ્પિટલોમાં ફાળવવામાં આવે છે . પરંતુ કેટલીક દવાઓ જે વિભાગીય વડાઓ તરફથી દર્દીની જરુરીયાત મુજબ મંગાવવામાં આવે છે . તે જ્યારે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય ત્યારે બજારમાંથી ખરીદી કરવી પડે છે. આવી જ રૂ.13 કરોડની દવાઓ એસ.એસ.જી.હોસ્પિટલ તરફથી મંગાવવામાં તો આવી હતી પરંતુ ગ્રાન્ટના અભાવે રૂ. 13 કરોડની દવાનું ચૂકવણું બાકી હોવાનું એસ.એસ.જી.હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો.જાગૃતિબેને જણાવ્યું હતું.
વધુમા તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરને ત્રણ મહિનાની દવાઓ સાથે મેઇન્ટેઇન કરાતું હોય છે. જેમાં દવાઓ ખૂટે નહીં જે સપ્લાય ના થાય તે દવા પણ સ્ટોક માટે મંગાવાય છે તથા જે તે વિભાગના વડા ની માંગણી મુજબ દવાઓ બજારમાંથી ખરીદવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.એસ.જી.હોસ્પિટલ દ્વારા ચાલુ વર્ષે રૂ.36 કરોડની દવા ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતા બાકી રકમ ચૂકવાઇ જશે.