Vadodara

વડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી

*મુખ્યમંત્રીએ એલએન્ડટી દ્વારા ઓફશોર અને ઓનશોર થતી વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી પટેલે કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ ટૂંકુ બિફ્રિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન એલએન્ડટી દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબલિટી હેઠળ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

તદ્દઉપરાંત, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરેલા લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ અનુસાર આ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું.

આ બાદમાં મુખ્યમંત્રીએ એલએન્ડટી નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાણકારી મેળવી હતી.

આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, એલએન્ડટીના વ્હોલ ટાઇમ ડાયરેક્ટર અનિલ વી. પરબ, જનરલ મેનેજર ધીરેન પટેલ ઉપરાંત સતિષ પાલેકર, ટી. કે. રામચંદ્રન, અજય જૈન, દિવ્યા ભટ્ટ, નેહલ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




૦૦૦



Most Popular

To Top