ડોકટર મલ્લિકા ખન્ના ગેરરીતિ આચરતા હોવાની વીડિયોમાં કબૂલાત
ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઇ રાજ્યભરના લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે વડોદરામાં ખ્યાતિની ઘટના જેવો કિસ્સો થાય તેવી શક્યતાઓ જોવા મળી હતી. ગુરુવારે વડોદરામાં અંજના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આજે વધુ એક વીડિયો આજ હોસ્પિટલનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ડોકટર મલ્લિકા ખન્ના ગેરરીતિ આચરતા હોવાની વીડિયોમાં કબૂલાત કરી રહ્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ રાજ્યની વધુ એક હોસ્પિટલની બેદરકારી બહાર આવી હતી. જેમાં વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કૌભાંડની આશંકાનો મામલે વધુ એક વીડિયો દર્દીના પરિવારે જાહેર કર્યો હતો. જેમાં દર્દીની વાતને રદિયો આપનાર ડોકટર મલ્લિકા ખન્નાની કરતૂતનો પર્દાફાશ થયો હતો. જેમાં ગત રોજ સુફિયાણી વાતો કરનાર મલ્લિકા ખન્નાની ગેરરીતિ સામે આવી હતી. આજે વાયરલ થયેલ વીડિયોમાં ખુદ મલ્લિકા ખન્ના ગેરરીતિ આચરતા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. વાઇરલ વીડિયોમાં ડોકટર ખુદ કબૂલી રહ્યા છે કે દર્દી ICUનું નથી. જો જનરલ વોર્ડમાં દર્દીને રાખીશું તો દર્દીને મોંઘું ઈન્જેક્શન નહિ આપી શકાય. આયુષ્માન કાર્ડ અંતર્ગત મોંઘું ઈન્જેક્શન મેળવવા માટે જ દર્દીને ICUમાં રાખવામાં આવ્યા હતા. જેમાં દર્દીના સ્વજનને ડોકટર કહી રહ્યા છે કે, આયુષ્માન કાર્ડ છે એટલા માટે જ ICUમાં દાખલ કર્યા છે. વીડિયોમાં ડોક્ટર મલ્લિકા કહી રહ્યા છે કે અમને ખબર છે કે ક્યારે આયુષ્માન વાળા એપ્રુવલ આપે અને ક્યારે નહિ. આયુષ્માન કાર્ડ વાળા ઉતાવળ કરી રહ્યા છે કે, દર્દીને રજા આપી દો તેમ છતાં અમે દર્દીને કીધું કે હજી વધુ 4 દિવસ સારવાર લઈ લો.
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
By
Posted on