દિલ્હી ખાતે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ધક્કા થી ભાજપના સાંસદ ને ઇજા થતાં વડોદરાના સાંસદે રાહુલ ગાંધીને સંભળાવ્યું હતું
વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશી, અનુરાગ ઠાકુર તથા બાંસુરી સ્વરાજે રાજમાર્ગ પોલીસ થાણે વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સંસદ ભવન ખાતે વિપક્ષી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ધક્કો મારતાં બાલાસોરના ભાજપના સાંસદને માથામાં ઇજા થતાં તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા
દિલ્હી ખાતે સંસદ સત્ર ચાલી રહ્યું છે ગુરુવારે સંસદ સત્રના 19મા દિવસે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ધક્કામુક્કી કરતાં ભાજપના બે સાંસદ પડી ગયા હતા. ભાજપ સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન ને પાસ કરવામાં આવ્યું છે જેનો વિરોધ વિરોધ પક્ષ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ગતરોજ ગુરુવારે સંસદ સત્રના 19મા દિવસે સવારે સંસદ શરુ થવા સમયે દરરોજની માફક વિરોધ પક્ષ દ્વારા સંસદમાં પ્રવેશ દ્વાર પર ઉભા રહી વિરોધ કરી અંદર સાસદોને જતાં રોકવા માટે ઉભા રહ્યા હતાં તે દરમિયાન ભાજપના સાંસદો તેમને હટાવવા સમયે રાહુલ ગાંધીએ ધક્કો મારતાં ઓડિશાના બાલાસૌરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપસિંહ સારંગી સંસદની સીડી પરથી નીચે પડી ગયા હતા જેના કારણે તેમને માથામાં ઇજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે નજીકના એક હોસ્પિટલમાં આઇસીયુ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ દ્રશ્ય જોઇ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી તથા અન્ય ભાજપના સાસદોએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ ગેર વર્તન કરવા માટે આડે હાથ લીધા હતા અને રાહુલ ગાંધીને ખરીખોટી સંભળાવી દીધી હતી સાથે જ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે રાહુલ ગાંધીના બચાવમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના સાસદોએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ધક્કામુક્કી કરી હતી. આ દરમિયાન ભાજપના સાસદ અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી સહિતના ભાજપના સાસદોએ સંસદના ગેટ બહાર બેસીને રાહુલ ગાંધી માફી માગે, રાહુલ ગાંધી શરમ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા એક તબક્કે ડો. હેમાંગ જોશી સાથે જ મયંકભાઇ નાયક સહિત ભાજપના સાંસદો વિપક્ષના સાસદ પ્રિયંકા ગાંધી વાઢરા તથા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.ત્યારબાદ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી, અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ સહિત સંસદમાર્ગ પોલીસ થાને પહોંચી વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી ની માગ કરી હતી.