Vadodara

વડોદરાના વાતાવરણમાં પલટો, પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઉડી

દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 8 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થશે


*વડોદરામાં મહત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રી નો ઘટાડો, મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સે.*

( પ્રતિનિધિ) વડોદરા તા. 03


દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. શહેરમાં રાત્રે વાદળો સાથે પ્રિ મોન્સુન એક્ટિવિટી સક્રિય બનશે. શહેરમાં પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દેશના ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ માં ગાજવીજ અને પવનો સાથે વરસાદ પડી રહ્યો છે
હાલમાં દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 8 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે
વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને સાંજથી પવનની ગતિમાં વધારા સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની જોવા મળી હતી.
આજે 4 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તાપી, ગાંધીનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારે રાતથી વડોદરામાં અંશતઃ વાદળો ઘેરાશે. આગામી તા.08 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હાલમાં કેટલાક પાક કમોસમી વરસાદથી બગડવાની શક્યતા ને ધ્યાનમાં રાખીને ખેડૂતો ચિંતિત છે ખાસ કરીને ઉંઝામાં જીરું, સાથે જ રાજ્યમાં ડુંગળી અત્યારે ખેતરોમાંથી કાઢવામાં આવી રહી છે ત્યારે જીરું, ડુંગળી સહિતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. વડોદરામાં શનિવારે મહત્તમ તાપમાન 40.4ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 27.0ડિગ્રી સે. નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં 21%રહેવા પામ્યું હતું.રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 40ડિગ્રી તથા તેની આસપાસ રહવા પામ્યું હતું જેમાં રાજકોટમાં 41.8ડિગ્રી સે., અમદાવાદમાં 41.4ડિગ્રી સે., ગાંધીનગરમાં 41.0ડિગ્રી સે.,અમરેલીમાં 40.9ડિગ્રી સે., ભાવનગર અને ડીસામાં 39.1 ડિગ્રી સે.નોધાયુ હતું તે સિવાયના શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી હતી.પવનની ગતિ કલાકદીઠ પ્રતિ 22 કિલોમીટર ની રહેવા પામી હતી જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 32 પ્રતિ કલાકે કિલોમીટરની નોધાઇ હતી.

તા.05મેના રોજ પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 5 અને 6મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
તા.06મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા સ્થળો ઉપર કરા પડવાની આગાહી છે. સાથે જ ગાજવીજ સાથે છુટા છવાયા સ્થળો પર મધ્યમ વરસાદની પણ આગાહી છે.
તા.07 મે ના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત સહિત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.જ્યારે
તા.08મેના રોજ પણ ભારે વરસાદની આગાહી યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે

Most Popular

To Top