એસએમસીએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગના 23 સાગરીતો વિરુદ્ધ ગુજસીટેક હેઠળ 3 ગુના નોંધાયાં
કુખ્યાત બૂટેલગર નિલુ સિંધુ જેલમાં હોય ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે
પ્રતિનિધિ વડોદરા તા.12
ગુજરાત રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતી ગેંગ વિરુદ્ધ ગુજસીટકો હેઠળ ગુનો દાખલ કરીને વડોદરા લિસ્ટેડ બૂટલેગર સહિત બે આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. બંનેની વધુ પૂછપરછ કરવા માટે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરાતા કોર્ટે 19 મે સુધીના એટલે કે 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે લિસ્ટેડ બૂટલેગર નિલુ સિંધી જેલમાં હોય તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે.
રાજસ્થાન, ગોવા અને પંજાબમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મોકલનાર રાજસ્થાનના બિશ્નોઇ ગેંગના 9 બૂટલેગરો તથા વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ જિલ્લાના દારૂ મંગાવનાર અન્ય 4 સાગરીતો મળીને 13 લોકો સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો દાખલ કર્યો છે. જેમાં વડોદરાના વાઘોડિયા રોડ પર નાલંદ પાણીની ટાકી સામે બૂટલેગર રવિ ઉર્ફે જીગો ચામડો ઠોકાર માછી સહિત બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં લિસ્ટેડ બૂટલેગર નિલુ સિંધી સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. પરંતુ નિલુ જેલમાં સજા કાપતો હોય તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજે મેળવી ધરપકડ કરાશે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બંને બૂટલેગરને વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા બંને બૂટલેગરોના 19 મેના સુધી એટલે કે 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ માસમાં ગુજરાત રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતી ટોળકીના 29 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ત્રણ ગુનો દાખલ કરાયા છે.