પાલિકાના એએમસી સહિત અધિકારીઓનું માંડવી ખાતે નિરીક્ષણ :
અમને ખાત્રી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે : હરિઓમ વ્યાસ
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
સંસ્કારી નગરી વડોદરામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી 2 નવેમ્બરના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે. જેને લઈ નિજ મંદિર માંડવી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. એને તૂટવા નહીં દે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેઓ આશાવાદ નિજ મંદિરના મહંતે વ્યક્ત કર્યો હતો.

ભગવાન વિઠ્ઠલનાથજીનો દેવઉઠી એકાદશીનો વરઘોડો 2 તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે. આ અંગે ભગવાન વિઠ્ઠલ નાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, વર્ષોની પરંપરા છે કે, વડોદરાના ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે. વિઠ્ઠલનાથજી મંદિર, રણછોડજી મંદિર , રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે. વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગર પાલિકાએ કરી છે. કરફ્યુ હોય ત્યારે અને વરસાદ હોય ત્યારે પણ કરી છે. જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું. અગાઉ ત્યારે, પણ મહાનગર પાલિકા તેમજ જે તે એજન્સી કામ કરી રહી હતી. તેણે વ્યવસ્થા આપી હતી. તો આ વર્ષે પણ માંડવીના જજરીત પીલરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે અને જે રીતે બેરીકેટિંગ કર્યું છે, તો અમને ખાત્રી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા જ છે, એને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરીકેડ હટાવશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો ઉપર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે. એ વરઘોડા કાઢવામાં મહાનગર પાલિકા પૂરેપૂરો સહયોગ આપશે.

ગઈકાલે રાત્રે આ વિસ્તારના અમારા કોર્પોરેટરો અમને મુલાકાતે આવ્યા હતા. તેમણે કીધું છે કે અમે પાલિકાના કમિશનરને જાણ કરી છે કે, આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે. આ વિસ્તારના કોર્પોરેટરો અને એમની પણ ફરજમાં આવે છે કે, જ્યારે ઐતિહાસિક વરઘોડા નીકળતા હોય તો જન પ્રતિનિધિત તરીકે જ્યારે અમે તમને ચૂંટીને લાવ્યા છે, તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈપણ તહેવારની ભવ્યતાને પરંપરા હોય તે જળવાવી જોઈએ. તો કમિશનરનું જે ધ્યાન દોર્યું છે, તો અવશ્ય કમિશનર તરફથી આના માટે કામગીરી કરાવશે અને બધા વરઘોડાની ભવ્યતાની પરંપરા સચવાય એની પૂરેપૂરી વ્યવસ્થા કરશે.
માંડવી નીચેથી વરઘોડો નીકળી શકે માટે સ્થળ વિઝીટ કરી ,યોગ્ય નિર્ણય લેવામાં આવશે : સુરેશ તુવેર

ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે. દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે. કેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે. જેને લઇ આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભક્તોની લાગણી અને જે રજૂઆત છે. એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝીટ કરી છે. એમાં શું શક્યતાઓ છે કોઈ વૈકલ્પિક રસ્તો નીકળી શકે એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.