Vadodara

વડોદરાના રાજમહેલ રોડ પર સાઈ સુકુન સાઇટ ફરી વિવાદમાં, માળી પરિવાર અને બિલ્ડર વચ્ચે રસ્તા અને સુરક્ષાના મુદ્દે તણાવ

વડોદરા: વડોદરાના રાજમહેલ રોડ પર બનેલી સાઈ સુકુન સાઇટને લઈને છેલ્લા ઘણા સમયથી માળી પરિવાર અને બિલ્ડરના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ સાઈટના બાંધકામ માટે અવરજવરનો માર્ગ ન હોવાને કારણે માળી પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માળી પરિવાર આ જગ્યાએ 80 થી 90 વર્ષથી વસવાટ કરે છે અને તેઓએ શહેરના સત્તાધીશો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ, તેમજ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી આ મુદ્દે રજૂઆત કરી છે. તેમ છતાં, આ વિવાદનો કોઈ સકારાત્મક ઉકેલ હજુ સુધી ન મળી શક્યો નથી.

માળીઓએ આ સાઈટ માટે અવરજવર માટે માર્ગ ન આપવામાં આવવાને લઈને બિલ્ડરના વિરુદ્ધ અને કેટલીક સત્તાધીશો સામે લેન્ડ ગ્રેબિંગનો આરોપ લગાવ્યો છે. માળી સમાજનું કહેવું છે કે આ સાઈટમાં બાંધકામ સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર કરવામાં આવી રહ્યું છે, જેનાથી સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી અને જોખમનો સામનો કરવો પડે છે.

ગતકાલે સાઈટ પાસે રહેતા માળી પરિવારના એક સભ્ય આશરે 20 થી 25 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાએ માળી સમાજમાં ભારે રોષ ફેલાવ્યો અને તેઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેટ પાસે આંખે પાટા અને હાથ બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ દરમિયાન માળી સમાજના પ્રતિનિધિઓને મ્યુનિસિપલ કમિશનર સાથે મળવાની તક ન મળી, કારણ કે કમિશનર ઓફિસમાં હાજર નહોતા. આ કારણે માળી સમાજની રજૂઆત અંદર જવા માટે અટકાવી દેવામાં આવી હતી, જેનાથી તેઓ વધુ નારાજ થયા હતા.


માળી સમાજની માંગો અને સમસ્યાઓ…
૧)
સાઈ સુકુન સાઇટમાં અવરજવર માટે માર્ગની વ્યવસ્થા કરવામાં આવે.

૨)બાંધકામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન થાય.

૩)માળી પરિવારના હક અને જમીનનો રક્ષણ કરવામાં આવે.

૪)તંત્ર અને બિલ્ડર દ્વારા થયેલી ગેરવર્તન માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top