(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના બાવામાનપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ભરુચ ખાતે પ્રસંગ દરમિયાન કોઇ બાબતે એક ઇસમે ધારીયુ મારતા તેઓનું એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરા ખાતે રહેતા સલીમમીયા શહરમીયા શેખ નામના 40 વર્ષીય વ્યક્તિ ગત મહિને તા. 25-09-2024 ના રોજ ભરુચ ખાતે વેરાગીરોડ, ફાટા તલાવડી નજીક કોઇ પ્રસંગે ગયા હતા જ્યાં કોઇ બાબતે એક જાફર નામના વ્યક્તિએ સલીમમીયા શેખને ધારીયુ મારતા સલીમમીયા શેખને ઇજા પહોંચી હતી જેને પ્રથમ સારવાર અર્થે ભરુચના સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ગત તા. 28-09-2024 ના રોજ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા. 18-10-2024 ને 3:30 કલાકની આસપાસ સર્જરી વિભાગમાં ડી યુનિટ ખાતે તેઓનું મૃત્યુ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.