આંકલાવના ઉમેટાના ફાર્મમાં પાર્ટી કરતાં 18 માલેતુજારો પકડાયા
આંકલાવ પોલીસે 8 કાર, 22 મોબાઇલ સહિત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
(પ્રતિનિધિ) આણંદ તા.11
આંકલાવના ઉમેટા ગામના માનપુરા રોડ નજીક આવેલા પરિક્ષિત મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી મહેફિલ માણતાં 3 મહિલા સહિત 18 માલેતુજારોને પકડી પાડ્યાં હતાં. તપાસમાં પકડાયેલા શખસો વડોદરાના બિલ્ડર્સ, ડોક્ટર્સ અને મોટા વેપારી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફાર્મ માલિક સહિત 20 શખસ સામે ગુનો નોંધ્યો હતો.
આંકલાવ પોલીસને 11મીના રોજ નાઇટ પેટ્રોલીંગમાં માહિતી મળી હતી કે, ઉમેટા ફતેપુરા – માનપુરા રોડ નજીક પરિક્ષિત પ્રવિણ મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં કેટલાક પુરૂષ અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ બાતમી આધારે આંકલાવ પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. બાંટવા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડાના મહેફિલ માણતા શખસો સ્તબ્ધ થઇ ગયાં હતાં. પોલીસ ફાર્મમાં પહોંચી તે સમયે મહિલા – પુરૂષો બિયર પી રહ્યાં હતાં. આથી, પોલીસે 15 પુરૂષ અને 3 મહિલાની અટક કરી પુછપરછ હાથ ધરી હતી.
આંકલાવ પોલીસની તપાસમાં ફાર્મ હાઉસ ધર્મેશ પ્રવિણ મિસ્ત્રી (રહે. ગંગાનગર સોસાયટી, વડોદરા) અને તેના ભાઇ પરિક્ષિત મિસ્ત્રીનું હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા 15 પુરૂષ અને 3 મહિલાની તપાસમાં તેઓએ કેફિ પીણું પીધું હોવાનું જણાયું હતું. આથી, આ મહેફિલના આયોજન અંગે પુછપરછ કરતાં ધર્મેશ પ્રવિણ મિસ્ત્રીએ બિઝનેસ પાર્ટનરે ભેગા મળીને પાર્ટી રાખી હતી. જેમાં અનીકેત બમલાણીએ બિયર મંગાવી હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે સ્થળ પરથી કુલ 8 કાર, 22 મોબાઇલ મળી કુલ રૂ.1,04,78,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પકડાયેલા 18 ઉપરાંત ફાર્મ માલિક પરિક્ષિત પ્રવિણ મિસ્ત્રી (રહે. ગંગાનગર સોસાયટી, વડોદરા) અને બિયર આપનાર શખસના મોબાઇલ નંબર આધારે 20 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પકડાયેલા માલેતુજારો
ધર્મેશ પ્રવિણ મિસ્ત્રી (રહે. ગંગાનગર સોસાયટી, વડોદરા), અનીકેત રાધેશ લાલચંદ બમલાણી (રહે.લક્ષ્મી પાર્ક સોસાયટી, વડોદરા), કૌશીક પ્રકાશચંદ્ર રામચંદાની (રહે. મધુવન પેલેસ હરણી, વડોદરા), ઇશાન યોગેશ ત્રિવેદી (રહે. રામ ક્રિષ્નાધામ સોસાયટી, વડોદરા), ચિંતન મહેન્દ્ર પ્રજાપતિ (રહે. શ્રીનાથ એવન્યુ, વાસણા – ભાયલી, વડોદરા), ગૌરવ કમલેશ દોષી (રહે. સિદ્ધાર્થ રેસીડન્સી, વડોદરા), ધીરજ વિજય ચંદીરામાણી (રહે.સમસારા એપાર્ટમેન્ટ, વડોદરા), વરુણ ભાવેશ પરિખ (રહે. કર્મલાઇફ સોસાયટી, વડોદરા), નિરવ જશવંત જયસ્વાલ (રહે. સુહાસ સોસાયટી, વડોદરા), ચિરાયુ હેમંત જયસ્વાલ (રહે. સયાજીગંજ, વડોદરા), કિરણ વિનાયક નાનાસાહેબ જાધવ (રહે. પંચવટી સોસાયટી, વડોદરા), વંશ અશોક સલુજા (રહે. સમનવ્યસ્પર્સ, કલાલી, વડોદરા), પ્રિયાંક રાજેન્દ્ર પરીખ (રહે. હવલી હારમની ઘર, વડોદરા), કિનલ અરવિંદ પંડ્યા (રહે. હિરા પન્ના સોસાયટી, વડોદરા), ચિરાગ રાજેશકુમાર પંડ્યા (રહે. દર્શનમ્ રેસીડન્સી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓની પુછપરછમાં જાનકી નૈનેશકુમાર બ્રહ્મભટ્ટ (રહે. મનમોહન સોસાયટી, વડોદરા), પાયલ મનીષ સુમનલાલ શાહ (રહે. રુતુસીલ્વર, માંજલપુરા, વડોદરા) અને નમીતા જીંકલ નિલેશ ગાંધી (રહે. નટરાજ સોસાયટી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.