
શહેરના માંડવી, પાણીગેટ, લહેરીપુરા જેવા ભરચક વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયાં હતાં. પોલીસ અને પાલિકાની દબાણ શાખાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી 2 ટ્રક ભરીને સામાન કબ્જે કર્યો હતો. પાલિકાની દબાણ શાખા તથા પોલીસે સંયુક્ત રીતે શુક્રવારે સાંજે પાણીગેટથી માંડવી, માંડવીથી લહેરીપુરા દરવાજા, મંગળબજાર અને લહેરીપુરા દરવાજાથી ગેંડીગેટ દ૨વાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બીજે દિવસે શનિવારે પણ ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તા સહિત પોલીસ સ્ટાફ તથા પાલિકાની દબાણ શાખાના અધિકારી અને તેમની ટીમે ગેરકાયદે દબાણો દૂર કર્યાં હતાં. ગેરકાયદે લગાવેલા રોડ તથા ફૂટપાથ પર ના પથારા-લારીઓ, લટકણિયા, વાંસ-પાઈપો, હોર્ડિંગ્સ વગેરે દબાણ દૂર કર્યાં હતાં. ટીમ દ્વારા 2 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો. ઉપરાંત રોડપર આડેધડ પાર્ક કરાયેલાં 53 વાહનો વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરાયાં હતાં.
