Vadodara

વડોદરાના માંડવીમાં ત્રણ માળની જર્જરિત ઇમારત તૂટી પડી, કાર દબાઈ ગઈ

*શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બેન્કરોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી, ઇમારત નીચે પાર્ક કરેલી કાર દબાઇ*

વડોદરાના માંડવીમાં શનિવારની રાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત તૂટી પડતાં તેની નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું હતું.
શહેરમાં કેટલીય ઇમારતો જર્જરિત હાલતમાં છે. વડોદરા મહાનગરપાલિકા ની બેજવાબદારી ને કારણે ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના બને તો નવાઇ નહીં . કારણ કે પાલિકા તંત્ર દરવર્ષે ચોમાસામાં શહેરના જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે .પરંતુ ત્યારબાદ આ જર્જરિત અને જોખમી ઇમારતો ઉતારવામાં આવી છે કે કેમ અથવા તો આવી ઇમારતોની આસપાસ સુરક્ષાના શું પગલાં લેવામાં આવ્યા છે તે તમામ બાબતોને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું નથી. જેના કારણે દુર્ઘટનાઓ બની રહી છે .તાજેતરમાં શહેરમાં સરકારી ટેકનિકલ એજ્યુકેશન સ્કુલની જર્જરિત ઇમારત મોડીરાત્રે ધરાશયી થઇ હતી. જો કે મોડી રાત્રે બનાવ બનતા મોટી હોનારત કે જાનહાનિ ટળી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઇ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને અન્ય જોખમી જર્જરિત ઇમારતોના સર્વે કરવાની તસ્દી સુધ્ધાં લેવામાં આવી ન હતી. ત્યારે આજે રાત્રે શહેરના માંડવી સ્થિત અપનાબજાર બેન્કરોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી બની હતી આ ઇમારત નીચે પાર્ક કરેલી કાર પર આ જર્જરિત ઇમારતનો કાટમાળ પડતાં કાર કાટમાળ તળે દબાઇ હતી. જેના કારણે કારને મોટું નુકસાન થયું હતું. જો કે સદનસીબે ફરી એકવાર કોઇ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા વિજ કંપનીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top