Vadodara

વડોદરાના ‘પ્લાસ્ટિક મુક્ત’ અભિયાનને ગ્રહણ: વેન્ડિંગ મશીનમાં સિક્કા ફસાતા નાગરિકોની બૂમરાણ!

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ખંડેરાવ માર્કેટ ખાતે મૂકવામાં આવેલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનમાં નાગરિકોના સિક્કા ફસાવાની ઘટના સામે આવી છે. આના કારણે કપડાની બેગ લેવા આવેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મશીનમાં સિક્કા ફસાઈ જતાં બેગ બહાર ન નીકળતા નાગરિકોએ હોબાળો મચાવ્યો હતો. નાગરિકોની બૂમાબૂમની જાણ થતાં જ મનપાનું તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને મશીનની ખામી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, VMCની આ સારી પહેલમાં ટેકનિકલ ખામી સર્જાતા નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. એક તરફ પ્લાસ્ટિક હટાવવાનો સારો પ્રયાસ, અને બીજી તરફ મશીનની આ મુશ્કેલી નાગરિકો હસીને કહી રહ્યા હતા, “સિક્કો ગયો, પણ બેગ ન મળી; આ તો ‘પ્લાસ્ટિક મુક્ત’ની શરૂઆત જ ‘સિક્કા ફ્રી’ થઈ ગઈ!”

Most Popular

To Top