Vadodara

વડોદરાના પોલીસ કર્મીને સલામ : 20 ફુંટ ઊંડા કૂવામાં પડેલી મહિલાને પોલીસ કર્મીએ પોતાની જાનની પરવા કર્યા વિના બચાવી

પોલીસ કોન્સ્ટેબલે પણ તુરંત કૂવામા ઝંપલાવી મહિલાને સહીસલામત બહાર કાઢી

કોયલી ગામમાં જમીન સંપાદનને લઇને વિરોધ કરી રહેલા લોકો પૈકી એક મહિલાએ પગલુ ભર્યુ હતું

કોયલી ગામમાં આઇઓસીએલ કંપની દ્વારા કરાતા જમીન સંપાદનની કામગીરી સામે નારાજ લોકો વળતર માટે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા હતા. જેથી કંપનીએ જવાહરનગર પોલીસનો બંદોબસ્ત માંગતા પીએસઆઇ સહિત 11 કર્મીએ ત્યા હાજર હતા. દરમિયાન તંત્ર પ્રત્યે નારાજગી દર્શાવી એક મહિલાએ 20 ફુટૂ ઉંડા કૂવામાં ભૂસ્કો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તુરંત એક પોલીસ કોન્સ્ટેબલે તેમની પાછળ કૂદીને મહિલાને બચાવી અન્ય કર્મીઓ સાથે મળીને સહીસલામત રીતે બહાર કાઢી હતી.

વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આઇઓસીએલ કંપનીના દ્વારા જમીન સંપાદનની કામગીરી કરાઇ રહી હતી. તે દરમિયાન જમીનના વળતરને લઇને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા હતા.ત્યારે આઇઓસીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત લેવાની ફરજ પડી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે રોષે ભરાયેલી એક મહિલાએ ત્યાં આવેલા અંદાજે 20 ફુટ ઉંડા કુંવામા ભૂસ્કો મારી દીધી હતો. દરમિયાન ત્યાં હાજર પોલીસ કર્મીએ રાજેશભાઇ એક પળનો પણ પોતાની જાનનો વિચાર કર્યા વિના તેની પાછળ કૂવામાં કુદી પડ્યા હતા અને ત્યા હાજર અન્ય મહિલા કોન્સ્ટેબલ કલ્પનાબેન લાખાભાઇ, સોનિયાબેન પ્રદિપભાઇ અને પીએસઆઇ ચાવડાએ મહિલાને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.  જોકે મહિલા ને કોઇ પ્રકારની ગંભીર ઇજા થઇ ન હતી. પરંતુ પોલીસ કર્મચારીના હાથમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

– એક પીએસઆઇ અને 10 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવ્યો હતો

આઇઓસીએલ કંપની દ્વારા કોયલી ગામમાં જમીન સંપાદનની કામગીરી કરાતી હતી. ત્યારે લોકો દ્વારા ભારે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે કંપની તરફથી પોલીસ બંદોબસ્ત માગતા જવાહરનગર પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ તથા 10 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા. પરંતુ જમીન સંપાદનને લઇને એક મહિલા 20 ફુટ ઉંડામાં કૂવામાં કૂદકો મારી દીધો હતો. જેને બચાવવા માટે જવાહરનગરના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ હજાભાઇએ પોતાનો જીવ જોખમમાં નાખીને મહિલાની પાછળ કૂવામાં કુદી પડ્યા હતા અને તેમને બચાવી લીધા હતા. જેથી જવાહરનગર પોલીસની ટીમે સારી કામગીરી કરીને એક મહિલાનો જીવ બચાવ્યો છે.

પોલીસ કર્મીના સન્માન માટે મારા ઉપરી અધિકારીઓને રજૂઆત કરીશ

જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવાત પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ હાજાભાઇએ મહિલાનો જીવ બચાવીને પોલીસ પ્રજાની મિત્ર છે તે પંક્તિને સાર્થક કરી બતાવી છે. તેમની પ્રશંસનીય કામગીરીથી સમગ્ર વડોદરા શહેર પોલીસ ગૌરવ લાગણી અનુભવે છે.  જેથી સમગ્ર પોલીસ વિભાગ તરફથી હુ પોલીસ કોન્સ્ટેબલની હિંમતને દાદ આપી તથા તેમની કામગીરી બિરદાવી રહ્યો છે. આ પોલીસ કર્મીનુ સન્માન કરવામાં આવે માટે મારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીશ. આર ડી કવા, એસીપી

Most Popular

To Top