Vadodara

વડોદરાના પૂર પીડિતો માટે રૂ. 5000થી લઇ રૂ. 85000 સુધીની સહાય જાહેર

તાજેતરમાં વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે વડોદરાના વાસીઓને ઘરવખરીથી માંડીને વેપાર ધંધામા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ધંધા રોજગાર પુન: ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા 5000 થી માંડીને 85 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં લારી ધારકોથી માંડીને માસિક પાંચ લાખથી વધુનું ટર્નઓવર કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

વડોદરાના પુરગ્રસ્તોના પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃકાર્યવંતિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને 5000 સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂપિયા 85 હજાર રોકડ સહાય જાહેર કરી છે.

આ સાથે જ 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબીન ધારકને ઉચ્ચક રૂપિયા 20,000 ની રોકડે સહાય.
40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા ૪૦ હજારની રોકડ સહાય,
નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂપિયા ૮૫ હજારની રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ માસિક ત્રણ ઓવર પાંચ લાખથી વધુ હોય તેવા મોટા દુકાન ધારકને રૂપિયા 20 લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય 7% ના દરે ₹5 લાખની મર્યાદામાં આપવામાં આવશે

Most Popular

To Top