પ્રતિનિધિ વડોદરા તા. 13
વડોદરામાં આવેલા ભયાનક પૂરે સમગ્ર શહેરને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. પૂરને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા વેપારીઓને નુકસાન થવા પામ્યું હતું. ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વેપારીઓને રાહત મળે તે માટે સહાય જાહેર કરવામાં આવી હતી. જેથી વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી, રેકડી અને દુકાનદારોને સહાય મળી રહે તે માટે તંત્ર કામે લાગ્યું હતું. સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડ 12 ના કોર્પોરેટરો સહિત અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા.
લારી, રેકડી ધારકોને કોર્પોરેશને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી. આ સમગ્ર પ્રક્રિયાને વિગતવાર સમજીએ તો ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને આપવાનું રહેશે, સ્થાનિક ટીમ ફોર્મ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપશે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રમાણિત કરશે, બાદમાં એકસાથે તમામનું લિસ્ટ કલેકટર ઓફીસ પર જશે, અને ત્યારબાદ ખાતામાં ચૂકવણી કરવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ 10-15 દિવસમાં ખાતામાં નાણાં જમા થશે. ફોર્મમાં 11 વિગતોની માહિતી ભરવી પડશે, એકરારનામું અને પ્રમાણ પત્ર પણ ભરવું પડશે.
વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી, રેકડી અને દુકાનદારો માટે સહાય જાહેર થતાં જ તંત્ર કામે લાગ્યું
By
Posted on