તાત્કાલિક પોલીસેની દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો
પાચ લોકોની અટકાયત
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે ઝઘડો થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ગોલવાડમાં બનેલી અને બાદમાં હરિજનવાસમાં ફેલાઈ ગયેલી આ ઘટનાને પોલીસ અને હોમગાર્ડ્સ દ્વારા ઝડપથી કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો હતો.
પ્રાથમિક જાણકારી અનુસાર, આ અથડામણના સંદર્ભમાં પાંચથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, અને કારેલીબાગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે પોલીસ જે લોકો ને પકડી ને લઈ ગયા એ લોકો ને બાઈક પર બેસાડી લઈ જતા જોવા મળ્યા હતા આ વાત એક ચોંકાવનારી જોવા મળી હતી.
ગંભીર પરિસ્થિતિને રોકવા માટે પોલીસ અને હોમગાર્ડ્સ દ્વારા ઝડપી કામગીરી કરતા મામલો ગંભીર બન્યો ના હતો. પોલીસ ના અધિકારીઓ હવે અથડામણનું કારણ અને જવાબદારોને પકડવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે.
