Vadodara

વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો

દિલીપ રાણાની કમિશનર ઓફ હાયર એજ્યુકેશન તરીકે બદલી બાદ અરુણ મહેશ બાબુની નિમણૂક

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. તરીકે સેવા આપ્યા બાદ હવે તેઓ વડોદરા શહેરના વિકાસ માટે જવાબદારીના નવા યાત્રામાં જોડાયા છે. અરુણ મહેશ બાબુના આવકાર માટે કોર્પોરેશનના ડે. મ્યુ. કમિશ્નર કેતન જોશી, સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, આરોગ્ય અધિકારી દેવેશ પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ હાજરી આપી હતી. ઉપરાંત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

હોદ્દો સંભાળ્યા પછી, તેમણે પત્રકારો સાથેની અનૌપચારિક ચર્ચામાં જણાવ્યું હતું કે પૂર્વ કમિશનર દિલીપ રાણાની મહેનતને આગળ વધારવામાં આવશે. ખાસ કરીને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવશે અને આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે યોગ્ય આયોજન કરાશે. અરુંણ મહેશ બાબુએ શહેરના વિકાસમાં નાગરિકોનો સહયોગ મહત્વપૂર્ણ હોવાનું જણાવી, પ્રજાની ભાગીદારી માટે પણ આગ્રહ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં જ રાજ્ય સરકારે 16 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો આપ્યા છે. જેના ભાગરૂપે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી ગાંધીનગર ખાતે કમિશનર ઓફ હાયર એજ્યુકેશન તરીકે કરવામાં આવી છે. તદુપરાંત, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે થતા, તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના એમ.ડી. ગંગા સિંગની નિમણૂક કરવામાં આવી છે.

Most Popular

To Top