Vadodara

વડોદરાના તાંદલજાના રહીશોએ વોર્ડ 10ની ઓફિસે રોષ ઠાલવ્યો


દૂષિત પાણીની સમસ્યાઓ અંત ક્યારે?



વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા છેલ્લા કેટલાય સમયથી વારંવાર ગંદા પાણીની સમસ્યાથી પીડિત રહીશોએ વોર્ડ ઓફીસે રોષ ઠાલવ્યો હતો. વારંવાર ફરિયાદો કરવા છતાં એનું કોઈ પણ સમાધાન આવતું ન હોવાથી આજે તાંદલજા વિસ્તાર ની મહિલાઓ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

તાંદલજા ગામમાં તેમજ અન્ય વિસ્તારોમાં સતત છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીની સમસ્યાનું ઊભી થઈ છે. પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી . સાથે આ વિસ્તારમાં ગટરો ખૂબ જ ભરાયેલી છે. કેટલીવાર ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ ફરિયાદનું પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ અંગે સ્થાનિક મહિલા જણાવે છે કે,અમારે છેલ્લા એક મહિનાથી આવું ગંદુ પાણી આવે છે. દૂષિત પાણી પીવાથી ઘરના સભ્યો અને બાળકો બીમાર થઈ રહ્યા છે, આવું પાણી કઈ રીતે પીવું. વોર્ડ 10 ઓફિસ પર મહિલા અધિકારીને આ પાણીની બોટલ ભરી લઈ આવેલા રહીશો અધિકારી ને આ પાણી પીવા કહ્યુ હતુ. મહિલા અધિકારી જોડે બોલાચાલી પણ થઈ હતી ત્યારે મહિલા અધિકારી એ જણાવેલું કે આ કરી ફરજમાં આવતું નથી તમે પાણી પુરવઠા વિભાગ જાવ આવી વાત મહિલા અધિકારીએ બોલતા તાંદલજા ના રહીશો અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
અનેકવાર રજૂઆત અને છેલ્લા ચાર દિવસથી રજુઆત કરતા આજે અહીં આવ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ આજે આવે તે અમારી માંગણી છે.

આ સાથે સામાજીક કાર્યકર વસીમ શેખે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા એક માસથી વધુ સમયથી ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. અહીં ખૂબ જ ખરાબ પાણી આવી રહ્યું છે. અહીં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે પીવા નહીં પરંતુ વાપરવાલાયક પણ પાણી નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, જેમાં પાણી બાવતે કહેતા ગટરો ખાલી કરવાનું જણાવવામાં આવે છે અને ગટર બાબતે જણાવતા કોઈ સમસ્યા ન હોવાનું જણાવવામાં આવે છે. એટલે સંકલનના અભાવે ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવતું નથી.

વધુમાં જણાવ્યું હતું કે, અહીં કોર્પોરેશનને કામ કરવાની નિયત જ નથી. અહીં બીમારી પણ ખૂબ ફેલાઈ રહી છે, જેમાં ટાઇફોઇડ જેવા રોગો વધુ થઈ રહ્યા છે. વેરો બાકી હોય તો અહીં આવે છે, જ્યારે આવી કમ્પ્લેન હોય ત્યારે કેમ આવતા નથી. એટલે અહીં બધા ભેગા થયા છે અને અહીં પાણી સાથે ગટરની પણ સમસ્યા યથાવત છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે અહીં જે કઈ સમસ્યા છે તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવું જોઈએ.

Most Popular

To Top