વિકૃતનીતિના વિચિત્ર પરિણામો……………
જીકાસનો કંકાશ એમ.એસ.યુનિવર્સીટીમાં એવો ચાલે છે કે એના પરિણામો હાસ્યસ્પદ અને કરુણ આવી રહ્યા છે_
70% વડોદરા અને ૩૦% બહારના જે નવીનીતિ છે એ અનુસાર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ
વડોદરા જીલ્લા બહારના માટે 43% કટઓફ માર્ક્સ
અને વડોદરા માટે 58.5% કટઓફ માર્ક્સ અટકયો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં મેરીટ ધરાવનાર વડોદરાના વિદ્યાર્થીઓને હડહડતો અન્યાય કરવામાં આવ્યો છે. આથી પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે વડોદરાના વિધાર્થીઓ ને પ્રાઇવેટ યુનિવર્સિટી માં અતિશય વધું ફીસ આપી ને પ્રવેશ લેવાનો વારો આવ્યો છે, સરકાર ની પ્રવેશ નીતિને કારણે કોમર્સમાં બહારના વિદ્યાર્થી માટે 43 ટકા અને શહેરના વિદ્યાર્થી માટે 58.5 ટકા કટ ઓફ આવ્યું છે.
વડોદરાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ને પ્રવેશ માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે બહારના વિદ્યાર્થીઓ ને સાવ ન- જીવા પરિણામે મોકો મળી રહ્યો છે ત્યારે એવું લાગે કે ઘરના છોકરા ઘંટી ચાટેને પાડોશીને આટો ! તેથી આ કઢંગીનીતિ તાકીદે અટકાવી પચરંગી અને પ્રપંચી પ્રયોગો બંધ કરવાની સેનેટ સભ્ય કપિલ જોશીએ માગ કરી છે.
નવાઈ ની વાત તો એ છે કે , વડોદરા ના મેયર, ધારાસભ્યો બધાજ યુનિવર્સિટી ના V C વિજય કુમાર સામે નતમસ્તક અને વામન પુરવાર થયા છે.
વડોદરાના છોકરાઓ તમે ઘંટી જ ચાટો,…વડોદરા બહારના માટે 43 ટકા અને શહેરના વિદ્યાર્થી માટે 58.5 ટકા કટ ઓફ
By
Posted on