Vadodara

વડોદરાના છાણી ટીપી 13 માં દૂષિત પાણીની મોકાણ,અનેક વાર રજૂઆત છતાં ઉકેલ નહીં


વર્ષો જૂની પાઇપલાઇન હોવાથી વારે ઘડીએ પાઇપ બેસી જવાથી લીકેજ થાય છે

શહેરમાં અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ રહે છે.

સ્માર્ટ સિટી વડોદરામાં એક તરફ તો પીવાના
પાણીના વેડફાટ થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેથી હવે છાણી ટીપી 13 ના હજારો નાગરીકોને પીવાનું પાણી ન મળતા સ્થાનિકોએ અનેકવાર લેખિતમાં તેમજ મૌખિક વડોદરા મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે. તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી.
સ્થાનિકોનો કહેવું છે અધિકારીઓ આવે છે પરંતુ માત્ર દિલાસો આપીને પાછા જતા રહેશે પરંતુ વર્ષોથી પીવાના પાણીની સમસ્યા નો ઉકેલ કોઈ લાવતું નથી.
શહેરમાં અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે હાલ તો છેલ્લા ઘણા દિવસોથી વોર્ડ નં. 1ના છાણી ટીપી 13 વિસ્તારના રહીશો પીવાના પાણીની સમસ્યા માટે ઝઝૂમી રહ્યા છે. આ વિસ્તારના હજારો નાગરીકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. આ અંગે નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી રહી. સ્થાનિક કોર્પોરેટર પાલિકાના અધિકારીઓને બોલાવી કામ તો કરાવે છે પરંતુ અધિકારીઓ કામગીરી બરાબર ના કરતા સ્થિતિ જ્યાંની ત્યાં રહે છે અને ઉકેલ આવતો નથી. અમે અનેક વાર વોર્ડ ઓફિસે જઈ રૂબરૂમાં ફરિયાદ કરી હતી. લેખિતમાં અને ઓનલાઇન પણ ફરિયાદ કરી હતી તેમ છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી. તેઓનું કહેવું છે ગંદુ અને દૂષિત દુર્ગધવાળું પાણી પીવા મજબૂર થઈએ છીએ. જેને લીધે અને એક ઘરોમાં બાળકો ઉંમરલાયક વ્યક્તિ બીમાર પડ્યા છે.

છેલ્લાં 5 વર્ષ દરમિયાન પાણીના પ્રશ્ને અનેક વખત મોરચો લઇને પાલિકાની વોર્ડ ઓફિસમાં જવાની ફરજ પડી


સ્થાનિક રહેવાસી ભરત બારોટે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. છેલ્લાં 5 વર્ષ દરમિયાન પાણીના પ્રશ્ને અનેક વખત મોરચો લઇને પાલિકાની વોર્ડ ઓફિસમાં જવાની ફરજ પડી હતી. પાલિકાની ઓફિસમાં જઇને માટલાં પણ ફોડ્યાં હતાં. આ ઉપરાંત વિસ્તારમાં સારા રસ્તા નથી. મુખ્ય રસ્તાઓ સારા છે, પરંતુ આંતરિક રસ્તાઓ ખખડધજ થઇ ગયા છે. રસ્તા માટે પણ તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. કાઉન્સેલરોની મુદત પૂરી થવા આવી ત્યારે મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. કચરાનો નિકાલ સમયસર શરૂ થયો હતો, પરંતુ આંતરિક રસ્તાઓની સ્થિતિ જૈસે થે છે.


પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી


સ્થાનિક આશિષ વ્યાસે હતું કે અમારા વિસ્તારમાં પાણી આવે છે, પરંતુ પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. પરિણામે, લોકોને ખાનગી ટેન્કરો દ્વારા પાણી મગાવવું પડે છે. પાણીવેરો ભરવા છતાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને મહત્ત્વની બાબત એ છે કે જે પાણી મળે છે એ પણ દૂષિત મળે છે. દૂષિત પાણી પીવાથી રોગચાળાની સતત દહેશત રહે છે. વિસ્તારમાં આંતરિક રસ્તાઓના કોઇ ઠેકાણા નથી. બારે માસ ચોમાસા જેવું લાગે છે. કોઇ જગ્યાએ પાણી લીકેજ થતું હોય છે તો કોઇ જગ્યાએ ડ્રેનેજલાઇન ઊભરાતી હોય છે, જેને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલાં છે અને બારે માસ ચોમાસા જેવો માહોલ લાગે છે.

લાઈનો વર્ષો જૂની હોવાથી બેસી જાય છે


સ્થાનિક મહિલા જેનીબેનનું કહેવું છે કે છાણી ટી પી 13 વર્ષો પહેલા ખાડો હતો ત્યાં જે તે વખતે રહેણાક વિસ્તારમાં પરિવર્તન કરવામાં આવ્યું ત્યારે જે પીવાના પાણી અને ડ્રેનેજ ની લાઈનો નાખવામાં આવી હતી તેજ છે જે લાઈનો જૂની થઇ ગઇ છે અને લીકેજ થાય છે જેના કારણે ડ્રેનેજ મિશ્ર પાણી આવે છે. આ લાઈનો વર્ષો જૂની હોવાથી બેસી જાય છે . જેને કારણે પીવાના પાણી ની સમસ્યા થતી જ રહે છે. આ સમસ્યાનો ઉકેલ ત્વરિત કરવામાં આવે.

Most Popular

To Top