Vadodara

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રિક્ષામાં પશુ ચોરવા આવ્યા હોવાની આશંકાએ બે શખ્સોને સ્થાનિકોએ ફટકાર્યા

  • પશુઓને બિસ્કીટ ખડાવતી વેળા જ બંનેને લોકોએ પકડી મેથીપાક ચખાડયા બાદ રીક્ષાની તોડફોડ કરી

    * બે લોકોને માર મારતા હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો


    ગાજરાવાડી વિસ્તારમાં કેટલાય સમયથી પશુઓની ચોરી થતી હતી. દરમિયાન એક રિક્ષામાં બે શખ્સો પશુઓને બિસ્કીટ ખવડાવવાના બહાને ચોરી કરવા આવ્યા હતા. પરંતુ તેમને બિસ્કીટ ખવડાવતા જ લોકોએ ઝડપી પાડ્યા અને મેથીપાક ચખાડી રીક્ષા ની પણ તોડફોડ કરી નાખી હતી. હરની વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
    શહેરના ગાજરાવાડી વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પશુઓ ચોરાતા ની ચોરી થતી હતી. લોકો પણ વિચાર કરતા હતા એકાએક કોણ ચોરી કરી લઈ જાય છે. સ્થાનિક લોકો પણ છુપી રીતે વિસ્તારમાં આવતા જતા વાહનો પર નજર રાખી રહ્યા હતા કે પશુ ચોર ટોળકી ક્યારે પશુ ઉઠાવવા માટે આવે છે. દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએજ પમ્પિંગસ્ટેશન પાસે એક રીક્ષા આવીને ઊભી હતી. રિક્ષામાં ત્રણ કલાકથી વધારે સમય સુધી બે શખ્સો બેઠેલા હતા અને પશુઓને બિસ્કીટ ખવડાવવાના બહાને ઉઠાવી લઈ જવાનો પ્રયાસ કરતા હતા. દરમિયાન સ્થાનિક લોકો રીક્ષા પર નજર મારી બેઠા હતા તેઓએ પશુઓને બિસ્કીટ આપતા જ તેમને ઝડપી પાડ્યા હતા અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને લોહીલુહાણ કરી નાખ્યાં હતાં. સ્થાનિક લોકોએ પશુ ચોર હોવાની આશંકાએ તેમને પોલીસને સોંપ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રિક્ષામાં પશુ ચોરવા આવ્યા હોવાની શંકાએ બે શખ્સોને માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Most Popular

To Top