સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ કેટેગરીમાં તમામ વડોદરાવાસીઓને તથા સમગ્ર ગુજરાત રાજ્યને ગર્વની લાગણી અપાવી વડોદરા ના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતી નેશનલ ચેમ્પિયન બન્યા છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

સાથે આ વિશેષ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ૨.૫ લાખ નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા ના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર (પુર્વ સાંસદ), વાઈસ પ્રેસિડેન્ટ ડો. હેમાંગ જોષી (સાંસદ- વડોદરા), સેક્રેટરી કલ્પેશ ઠક્કર તથા સમગ્ર ટીમ દ્વારા માનુષ ભાઈ ને ૧.૫ લાખ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.