Vadodara

વડોદરાના ખાસવાડી સ્મશાન નજીક સ્ક્રેપમાં આગ લાગતા નાસભાગ 

  • પાલિકાના ભારે વાહનો ઉભા રહે છે તેની પાછળ જ કચરામાં આગ લાગી 
  • ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી 

વડોદરાના ખાસવાડી સ્મશાન નજીક ભંગારના કચરામાં આગ લાગી હતી જેના પગલે રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગની ટોમે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. 

આરાધના ટોકીઝની ગલીમાં ખાસવાડી સ્મશાન નજીક સ્ક્રેપમાં અચાનક આગ લાગી હતી. ટાયર અને અન્ય કચરાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થળે મહાનગરપાલિકાના ભારે વાહનો પણ ઉભા રહે છે જો કે સદ્ નસીબે તે આ આગની ચપેટમાં આવ્યા ન હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોત જોતામાં આગનો ધુમાડો  દૂર દૂર સુધી જોવા મળી રહ્યો હતો. આગના પગલે સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ આગ કેવી રીતે લાગી હતી તેનું કારણ હજુ અકબંધ છે.

Most Popular

To Top