વડોદરા ના કોટના મહીસાગર નદી કિનારે ખનન ફફિયા ઓ પર ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ પડી ૭૦ લાખ રૂપિયા નો સામાન જપ્ત કરવામાં આવ્યો.
વડોદરા ના કોટના ગામે મહીસાગર નદી કિનારે થોડા દિવસ પહેલા કેટલાકના ડૂબી જવાથી મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યારે કોટના ગામના સ્થાનિકો દ્વારા અનેકવાર સરપંચ અને વડોદરા ખાણ ખનિજ વિભાગને ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી ના કરતા ખનન માફિયા સક્રિય રહી વગર પરમિસને નદી માંથી રેતી કાઢતા ઝડપાયા હતા. આજ રોજ ગાંધીનગર વિજીલેન્સની સે રેડ પડતાં ગેરકાનૂની રીતે ખનન કરતા લોકો ને પકડાયા હતા.સાથે મોટી માત્રા જેસીબી, ડમ્પર,ડીઝલ મશીનરી એવા કુલ ૭૦ લાખના ખનન કરવાના સાધનો જપ્ત કરી ત્રણ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્ય ગાંધીનગર વિજિલન્સે જપ્ત કરેલો ૭૦ લાખ નો સામાન કોટના ગ્રામ પંચાયતને સોંપતા સરપંચે રાખવાની ના પાડતા સરપંચ અને વિજિલન્સ ના અધિકારી વચ્ચે બોલાચાલી થઇ હતી .આખરે નંદેસરી પોલીસને ખનન કરવાના ૭૦લાખ ના સાધનો ની કસ્ટડી સોંપવામાં આવી હતી.
થોડા દિવસો અગાઉ નાહવા ગયેલા લોકોમાંથી કેટલાકનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તો શું આ ખનન માફીયાઓ પર લગાવીને સજા આપશે ?
કોટના ગામ ના સ્થાનિકો એ જણાવ્યું હતું કે વારંવાર ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ના થતાં અને ખાન ખનિજ ના અધિકારીઓ ની બેદરકારી ના કારણે લોકો ડૂબી ને મૃત્યુ થયા છે.અમારી માંગ છે કે વડોદરા ખાન ખનિજ ના અધિકારીઓ અને ખનન માફીયાઓ પર હત્યા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વડોદરાના ખાણ ખનિજ વિભાગના અધિકારી ઊંઘતા ઝડપાયા, ગાંધીનગર વિજિલન્સની મહીસાગર નદીના તટ પર રેડ
By
Posted on