Vadodara

વડોદરાના કોમર્શિયલ ગરબામાં મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી કરો: કોંગ્રેસ



મોટી દુર્ઘટનાને ટાળવા માટે એન્ટ્રી-એકઝિટ ગેટ વધારવા માંગ કરી

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને ખૂબ આર્થિક નુકસાન થયુ હોવાની આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ માટે ગરબા આયોજકો પાસેથી બહેનોને ફ્રી પાસ કરવા તથા ધક્કામુક્કીની દુર્ઘટના ન થાય તે માટે અલગ-અલગ એન્ટ્રી અને
એક્ઝિટ દરવાજાઓ તથા ખુલ્લા પેસેજની પૂરતી પહોળાઈ ધરાવતા હવા-ઉજાસવાળા પેસેજ રાખવા માટેની માંગ કોંગ્રેસે કરી છે. આ ઉપરાંત પાર્કિંગની પૂરતી વ્યવસ્થા, ગરબા ગ્રાઉન્ડની અંદર તથા બહાર CCTVથી કવર કરવા જાહેરનામું પ્રસિદ્ધની પણ માંગ કરી છે.
કોંગ્રેસે કલેકટર સમક્ષ કરેલી પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, સંસ્કારીનગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવ દેશ અને ગુજરાતમાં નહીં પરંતુ, દેશ-વિદેશમાં પણ વડોદરાના ગરબા પ્રચલિત છે . તથા તેની ચર્ચા થાય છે ત્યારે દેશ-વિદેશથી ગુજરાતી તથા અન્ય પરીવારો તથા પર્યટકો જે આ નવરાત્રી મહોત્સવમાં હજારો-લાખો લોકો ધાર્મિક રીતે ગરબા અને માં અંબાની ભક્તિ કરવા આવતા હોય છે. આ માતાજીના મહોત્સવને ગરબા આયોજકો દ્વારા ધંધો બનાવેલ છે. આ માતાજીના ગરબામાં બહેનો “માં અંબા” ની આરાધના કરતી અને ગરબે રમતી હોય છે, જેના માટે આયોજકો આનો વેપાર બનાવે નહીં અને બહેનો ને ફી પાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે એવું જાહેરનામું કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ચેરિટી કમિશનર, પોલીસ કમિશનર તથા જી.એસ.ટી. કમિશનર, વડોદરા દ્વારા બહાર પાડવામાં આવે એવી અમારી તથા વડોદરા શહેરની જનતા તરફે રજૂઆત તથા વિનંતી છે.

ગરબામાં હજારો-લાખોની સંખ્યામાં લોકોની હાજરી હોય છે પરંતુ, ગરબા આયોજકોની અપૂરતી વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે તથા આ માતાજીના મહોત્સવને ધંધો બનાવ્યો છે. જાહેર જનતાની સુરક્ષા માટે, પાર્કિંગ માટે, ટ્રાફિક વગેરેની તમામ વ્યવસ્થા કરવા માટે અમારી તથા વડોદરાની જાહેર જનતા તરફથી રજુઆત છે. ગરબામાં હજારો-લાખો લોકોની ભીડ઼ થતી હોય છે. જેમાં અનિચ્છનીય કોઈ બનાવ બને તો આટલી મોટી ભીડ઼ને બહાર નીકળવા માટે ધક્કામુક્કીની દુર્ઘટના ન થાય અને લોકોના જીવ જોખમાય નહીં તે માટે અલગ અલગ પ્રવેશ તથા નિકાસ એટલેકે, 200થી 300 વ્યક્તિ દીઠ એક પ્રવેશ તથા નિકાસ ની વ્યવસ્થા હોવી જોઈએ. આમ આપ દ્વારા દરેક ગરબા આયોજકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવું જોઈએ તથા ગરબા આયોજકોએ કલેક્ટર, વડોદરા પાસેથી પરમીશન માગવી જોઈએ.
તદુપરાંત અલગ-અલગ સરકારી તંત્રો/વિભાગો સાથે ચર્ચા-વિચારણા કરી આ બાબતની વ્યવસ્થા વડોદરા શહેરમાં કરવામાં આવે એવી અમારી તથા વડોદરાની જનતા તરફે રજૂઆત તથા વિનંતી છે.

Most Popular

To Top