Vadodara

વડોદરાના કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં આજથીબેદિવસીય “માય ફીલિંગ્સ” ફોટો પેઇન્ટિંગ પ્રદર્શનની શરૂઆત

વડોદરા શહેર સંસ્કારી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે ત્યારે અહીં અદભુત કાલનો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે. ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 2 દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ ઉપર ફોટો પેઇન્ટિંગ્સ નું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, હેમા ચૌહાણે જણાવ્યું હતું કે આજે મધર્સ ડે છે અને જ્યારે મારી દીકરી નો જન્મ થયો ત્યારે એનું નામ ક્રિષ્ના રાખવામાં આવ્યું હતું એટલે કૃષ્ણ ભગવાન ની થીમ ઉપર “માય ફીલિંગ્સ” એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને તે આગામી બે દિવસ સુધી પ્રદર્શન ચાલશે. આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ મહેનત લાગી છે. આમ તો તેઓ છેલ્લા 20 વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે. અહીં 30 ફોટાનું પ્રદર્શની તૈયાર કરતા તેમને દિવસમાં 8 થી 9 કલાકની મહેનત અને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેઓએ અપીલ કરી છે કે, અહીં નગરજનો આવે અને અદભુત પાઈન્ટિંગને નિહાળે તે ખૂબ જરૂરી છે.

Most Popular

To Top