પ્રતિનિધિ વડોદરા તા. 20
વડોદરા શહેર કોર્પોરેશનમાં ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલરો નું એક વ્હોટસએપ ગ્રુપ છે. જેમાં અનેક બાબતો પર ચર્ચાઓ થતી હોય છે. વોર્ડ નંબર 16 નાં મહિલા કાઉન્સિલર દ્વારા આ ગ્રુપમાં કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે તેવો મેસેજ કરવામાં આવ્યો હતો અને અન્ય કાઉન્સિલરો દ્વારા પણ કૃત્રિમ તળાવ અને અન્ય મુદ્દાઓ બાબતે ગ્રુપમાં મેસેજ કા હતા. ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા ગ્રુપનું સેટિંગ બદલીને એડમીન ઓન્લી કરી દેવામાં આવ્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ આ પ્રકારે ભાજપના કાઉન્સિલરો નાં બનેલ વ્હોટસએપ ગ્રુપની વાતો લીક થવી એ પુરવાર કરે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માં ક્યાંક ને ક્યાંક નારાજગી છે અને અંદરો અંદર વિવાદો અને ખેંચતા ચાલી રહી છે. જે બાબતનો અહેવાલ પણ “ગુજરાત મિત્ર” વર્તમાન પત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ બાબતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કાઉન્સિલર દ્વારા ફરિયાદ ના મેસેજ ગ્રુપમાં મૂકવામાં આવતા હતા અને મેં તેમને જણાવ્યું હતું કે કોઈ પણ ફરિયાદ હોય તો મારો સંપર્ક કરવો જેથી કોઈ પણ મુદ્દા ઉપર વ્હોટસએપ ગ્રુપમાં વિવાદ ઉભો ન થાય તે કારણે જ ગ્રુપના સેટિંગ બદલવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા વિવિધ વિસ્તારોના કામો ની માહિતી કાઉન્સિલરો સુધી પહોંચે તે માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. અને જ્યારે કોઈપણ અધિકારી દ્વારા થયેલ કામો વિશે માહિતી અને ફોટા આપવામાં આવતા હોય છે ત્યારે મારા દ્વારા તે ગ્રુપમાં મોકલવામાં આવતા હોય છે જેથી કાઉન્સિલરો તે ફોટા અને માહિતી સ્થાનિકો સાથે પણ શેર કરી શકે.
વડોદરાના કાઉન્સિલરોનાં વ્હોટસએપ ગ્રુપની વાતો થઈ લીક, ચર્ચા રોકવા માટે ગ્રુપને કરાયું એડમીન ઓન્લી..
By
Posted on