Vadodara

વડોદરાના કરજણ ભરથાણા ટોકબૂથ પાસેથી 17.85 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મહારાષ્ટ્રમાંથી દારૂ ભરીને જામનગર ખાતે ડિલિવરી આપવા જતી ટ્રક પકડાઇ

મહારાષ્ટ્રના કરાડ ખાતેથી ટ્રાન્સપોર્ટના ટ્રકમાં 17.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરીને જામનગર ખાતે લઇ જતી વેળા નેશનલ હાઇવ પર કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટ્રક, મોબાઇલ અને જીપીએસ ટ્રેકર મળી 27.95 લાખના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. એલીસીબીએ આરોપી સહિત મુદ્દામાલ કરજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. જેમાં મોટાભાગે ટ્રકોમાં દારૂ ભરીને હેરાફેરી કરવા નેશનલ હાઇવનો ઉપયોગ કરાય છે. જેથી વડોદરા જિલ્લા એલસીબીની ટીમ સોમવારે સવારના સમયે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર આવેલા ભરથાણા ટોલકાના પાસે વાહનચેકિંગમાં હતી. તે દરમિયાન ભરૂચથી વડોદરા તરફના રોડ પર આવતી એક ટ્રક શંકાસ્પદ જણાઇ હતી. જેથી એલસીબીની ટીમે ટ્રકને સાઇડ પર લેવડાવી ચેક કરતા ડ્રાઇવર બેઠેલો હતો. જેથી તેને સાથે રાખી ટ્રકની પાછળ તપાસ કરતા રૂ. 17.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઇવરે પુછપરછ કરતા તેને પોતાનું નામ અજય મારુતી સૈદ (રહે. મહારાષ્ટ્ર) હોવાનું કહ્યું હતું. દારૂ ક્યાં લાવ્યો અને ક્યાં લઇને જતો તે બાબતે પુછતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલા વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના શખ્સે વિદેશી દારૂ જથ્થો ભરેલો ટ્રક આપ્યો હતો અને જામનગર ડિલિવરી આપવાની છે. વડોદરા પસાર કર્યા બાદ નેશનલ હાઇવે પર જઇને ઉભુ રહેવાન કહ્યું હતું. જેથી એલસીબીએ દારૂનો જથ્થો, ટ્રક 10 લાખ, મોબાઇલ અને જીપીએસ ટ્રેકર મલી 27.95 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર તથા મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. એલસીબીએ આરોપી સહિત મુદ્દામાલક કરજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે.

Most Popular

To Top