રાજ્યમાં રાજકોટમાં આગની ઘટના બાદ બંધ કરાયેલા ગેમ ઝોન ફરી શરૂ, સરકારે ખાસ પોલિસી તૈયાર કરી
રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું. રાજકોટની ઘટના બાદ સરકારે કડક આદેશ બાદ રાજ્યભરના તમામ ગેમ ઝોન બંધ કર્યા હતા. રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા મહત્વના નિયમો સાથે ગેમ ઝોનમાં ફરી ઘટના ઘટે નહીં તે માટે અસરકારક નિયમો બનાવવામાં આવ્યા હતા. આ સાથે વડોદરાના કમાટી બાગમાં બંધ કરાયેલી જોય ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા સહિતના શહેરોમાં સરકારે બનાવેલા નિયમો સાથે ફરી ગેમ ઝોન શરૂ થઈ રહ્યા છે. આમ તો એસોસિએશન દ્વારા ચારથી પણ વધારે વખત સરકારને રજૂઆત કરાઈ હતી. રજૂઆત બાદ સરકારે કડક નિયમો સાથે ગેમ ઝોન માટે ખાસ પોલીસી તૈયાર કરી છે.
પોલીસી અંતર્ગત ગેમ ઝોન માટે કાયદાની જોગવાઈ મુજબ સાતથી વધુ કમિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાત લોકોની કમિટી બનાવવામાં આવી છે. મનપા માટે શહેર કમિશનર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, સિવિલ એન્જિનિયર સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ગેમ ઝોનમાં જે ઘટના બની હતી જે ઘટનામાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. તે વખતે આખા ગુજરાતમાં ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા હતા. તેમાં કમાટીબાગમાં ચાલતી નાના બાળકો માટેની ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કમિટી બનાવ્યા બનાવ્યા પછી આજે શુક્રવારના રોજ જોય ટ્રેન પૂર્ણ ચાલુ કરાઈ હતી.
જે લોકો નાના બાળકો સાથે કમાટીબાગની મુલાકાત લેતા હતા તે માત્ર પ્રાણીઓનું ઝુ જોઈને એન્જોય કરતા હતા. ત્યારે આજરોજ જોય ટ્રેન પૂજા ચાલુ કરવામાં આવી જેનાથી ફરવા આવનાર લોક અને નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
આટલા લોકોની પરમિશન બાદ સેવા શરૂ થઈ
ટ્રેન શરૂ કરવા માટે આટલા લોકોની પરમિશન લેવામાં આવી હતી. 1.સંયુક્ત પોલીસ કમિશનર વડોદરા શહેર 2. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકા 3. કાર્યપાલક ઇજનેર યાંત્રિક વિભાગ આઠમા માળે નર્મદા ભુવન 4. કાર્યપાલક ઇજનેર વિભાગ રાવપુરા 5. આરોગ્ય અધિકારી 6. ચીફ ઓફિસર ઓફ ફાયર ઈલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર 7. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક 9. મદદનીશ પોલીસ કમિશનર વિશેષ શાખા 10. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ ટેકનોલોજી ઓફ એમએસ યુનિવર્સિટીની પરમિશન લેવાઈ હતી.