સયાજીબાગના 146 માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે નવીન પ્રાણીઓ લવાયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના પ્રાણીસંગ્રહાલયમાં સયાજીબાગના 146 માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે નવીન પ્રાણીઓ લવાયા-1 રીંછ,1 જોડી વરુ,1 જોડી ઝરખ-1 જોડી વાઈલ્ડ ડોગ,1 જોડી શિયાળ પ્રાણી સંગ્રહાલયમાં લવાયા કોર્પોરેશન દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળતા આ તમામ પ્રાણીને લાવવામાં આવ્યા છે. બધા પ્રાણી ની ઉંમર ચાર પાંચ વર્ષની છે. જેના બદલામાં વડોદરા કોર્પોરેશનએ ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અન્ય જગ્યાના ઝુને 10 પ્રજાતિના 15 જેટલા પક્ષીઓ આપવામાં આવ્યા છે. જેમાં બતક, બગલા, ચકલીઓ, પોપટ અને શાહુડીનો સમાવેશ થાય છે.
લવાયેલ તમામ પ્રાણી ને પીવા માટે પાણી અપાયું હતું, અહીં પ્રાણી સંગ્રહાલયમાં બે દિવસ રૂમમાં રાખ્યા બાદ પિંજરાની પાછળ આવેલા ટ્રાયલ કેજમાં ખુલ્લામાં આજે બહાર કાઢ્યા હતા. ખાવા પીવાનું પણ બધાજ લવાયેલા પ્રાણી એ વ્યવસ્થિત લીધું છે અને ધીમે-ધીમે વડોદરાના પ્રાણીસંગ્રહાલયના વાતાવરણને અનુરૂપ થઈ રહ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના પ્રાણીઓના ક્વોરેન્ટાઇનના નિયમ અનુસાર હાલ લવાયેલા પ્રાણી સહેલાણીઓ નવા મહેમાનને નિહાળી શકશે તેવું જણાઈ રહ્યું છે. તમામ લવાયેલા પ્રાણી ના નામ કરણ હવે પછી કરવામાં આવશે. હાલ પ્રાણીસંગ્રહાલયમાં એક વાઘણ અને વાઘની જોડી લાવવામાં આવ્યા હતા.