કમાટીબાગમાં બંધ બ્રિજ અંગે ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણએ કરી સ્પષ્ટતા
વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલા 110 વર્ષ જુનો ઐતિહાસિક બ્રિજ હાલ અવરજવર માટે બંધ છે આ બ્રિજની જર્જરી સ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો છે .
કમાટીબાગ ઝુ માં પક્ષીઘર થી પ્રાણીઘર સુધી પહોંચવા માટે પર્યટકોને દોઢ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા આ બ્રિજનું સમારકામ કરીને ફરીથી ખુલ્લો મુકવાની માંગ ઉઠી છે. જેથી પ્રવાસીઓને સુવિધા મળી શકે તેમ છતાં બ્રિજની સુરક્ષા અને મજબૂતાઈને ધ્યાનમાં રાખી સ્થાનિક તંત્ર દ્વારા નિયમિત તપાસ કરવામાં આવી રહી છે ત્યારે વર્ષ 2022માં મોરબી દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો સાથે જ આ 110 વર્ષ જુનો બ્રિજ પર માત્રને માત્ર કમાટી બાગમાં કામ કરતા કર્મચારીઓ વાહનોની અવર-જવર કરી શકતા હતા પરંતુ તે પણ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે ત્યારે વહેલી તકે આ બ્રિજનું સમારકામ થાય તેની રજૂઆત ઝુ ક્યુરેટર દ્વારા તંત્રને કરવામાં આવી છે.
ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણ એ જણાવ્યું હતું કે
વર્ષ 2022 થી આ 110 વર્ષ જુનો બ્રિજ બંધ છે ફક્ત ઝુ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજ નો ઉપયોગ કરી રહ્યા હતા. કારણકે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝુ બે ભાગમાં વહેંચાયું છે જેથી અમને બહુ તકલીફ પડે છે પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની સૂચન મળેલ છે. આ બ્રિજ બંધ કરવાનું મુખ્ય કારણ બે વર્ષ પહેલાં મોરબી દુર્ઘટના બની હતી તેના કારણે આ બ્રિજને પણ તપાસ કરતા અનસેફ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે આ બ્રિજ બંધ કરેલ છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ બ્રિજ બંધ હોવાના કારણે અમારા કામકાજને મુશ્કેલી પડી રહી છે સાથે સાથે ઝૂ જોવા માટે આવેલા લોકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. આગવડતાના કારણે જે તકલીફ પડી રહી છે તેના કારણે અમારી માંગ છે વહેલી તકે પાલિકા તંત્રના બ્રિજ શાખા ના અધિકારી આ બ્રિજને ચાલુ કરાવી આપે.